ફાઈવ સ્ટાર રેન્કીંગ માટે કોર્પોરેશન કવોલીફાઈ: સેવન સ્ટાર માટે કસરત: ઓડીએફ++ માટે પણ મહેનત જારી
કેન્દ્ર સરકાર દ્વારા આગામી દિવસોમાં સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૧૯માટેની કાર્યવાહી શ‚ કરવામાં આવનાર છે ત્યારે રાજકોટને સ્વચ્છતામાં સેવન સ્ટાર રેન્કીંગ મળી રહેતે માટે શહેરીજનો બહોળા પ્રમાણમાં સ્વચ્છતા એપ ડાઉનલોડ કરે તેવું આહવાન મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા કરવામાં આવ્યું છે. બે વર્ષ અગાઉજ ઓડીએફ એટલે કે જાહેર શૌચક્રિયા મુકત શહેર જાહેર થઈ ગયેલા રાજકોટ શહેરને હવે ઓડીએફ++અપાવવા માટે પણ મહાપાલિકા દ્વારા અથાત મહેનત કરી રહી છે.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ વધુમાં જણાવ્યું હતું કે, ૨૦૧૯સ્વચ્છતા સર્વેક્ષણમાં ફાઈવ સ્ટાર રેન્કિંગ માટે રાજકોટ કવોલીફાઈ થઈ ગયું છે.સેવન સ્ટાર રેન્કીંગ હાંસલ કરવા માટે શહેરમાં ૧૦૦ ટકા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન, સીટી બ્યુટીફીકેશન, શહેરભરમાં ડ્રેનેજ કલેકશન, એસટીપી, ભીના-સુકા કચરાનો અલગ-અલગ સેગ્રીકેશન, નિયમિત સફાઈ, રાજમાર્ગો પર ભીના અને સુકા કચરા માટે લીટરબીન,બલ્ક વેસ્ટ જનરેટર, યુઝર્સ ચાર્જીસ, પેનલ્ટી, લેન ફિલ સાઈટ સહિતની સુવિધાઓ જરૂરી હોય છે.
આ ઉપરાંત શહેરમાં વસતા કુલ પરીવારોમાંથી ૫૦ ટકા પરીવારોએ સ્વચ્છતા એપ ડાઉનલોડ કરી હોવાનું ફરજીયાત છે. શહેરમાં આશરે ૩,૫૦,૦૦૦ જેટલા પરીવારો છે ત્યારે ૧,૮૦,૦૦૦ લોકોએ સ્વચ્છતા એપ ડાઉનલોડ કરી હોવી જોઈએ પરંતુ અત્યાર સુધીમાં માત્ર ૧,૦૩,૦૦૦ લોકોએ જ સ્વચ્છતા એપ ડાઉનલોડ કરી છે.
રાજકોટને સ્વચ્છતામાં સેવન સ્ટાર રેન્કીંગ અપાવવા માટે શહેરીજનો બહોળી સંખ્યામાં સ્વચ્છતા એપ ડાઉનલોડ કરેતે માટે તેઓએ અનુરોધ કર્યો છે.