ઈ-ગર્વનન્સના વ્યાપના વધારા સાથે નાગરિકોને વધુ સારી સેવા મળી રહે તે માટે અને વધતા જતા શહેરીકરણથી ઉદભવતા પડકારો અને વહિવટી જરૂરીયાતોને મહાપાલિકા દ્વારા નિરાકરણ કરવા અને વહિવટમાં સરળતા અને ઝડપ તથા પારદર્શિતા માટે સ્માર્ટ સિટી અંતર્ગત આઈટી ઈનેબલ્ટ રાજકોટ બનાવવાનું નકકી કરવામાં આવ્યું છે. ઈઆરપી સોલ્યુશન વડે રાજકોટ મહાનગરપાલિકાની તમામ સીટીજન સેનટરીક સેવાઓ તેમજ બેંક ઓફિસ મેનેજમેન્ટ ઈન્ટીગ્રેટ કરી એક છત નીચે આવરી લેવામાં આવશે. આ પ્રોજેકટ વડે લોકોને સેવાઓ સરળતાથી મળી શકશે અને જુદા-જુદા ડિપાર્ટમેન્ટ વચ્ચે માહિતીઓની આપ-લે પણ સરળ બનશે અને વહિવટી આધુનિકરણ થશે. સમગ્ર શહેરમાં 250 કિમી ઓપ્ટીકલ ફાઈબર નેટવર્ક બિછાવવામાં આવી રહ્યું છે અને જીઆઈએસ મેપીંગ કરવામાં આવશે જેમાં તમામ યુટીલીટી જેવી કે મકાન વેરો, પાણી વેરો, ડ્રેનેજ કનેકશન, ફરિયાદ નિવારણ વગેરેને આવરી લેવામાં આવશે. મહાપાલિકાની હદમાં આવેલી તમામ મિલકતોનું પ્રોપર્ટી જીઆરએસ મેપ પર ટેગીંગ કરવામાં આવી રહ્યું છે.
કોર્પોરેશન આપશે રાજકોટ મિત્ર કાર્ડ
સ્માર્ટ સોલ્યુશન માટે આઈસીટીનો ઉપયોગ કરી સ્માર્ટ અર્બન મોબીલીટી હેઠળ સ્માર્ટ કાર્ડનો વિકાસ થાય તે માટે કોર્પોરેશન દ્વારા શહેરીજનોને રાજકોટ મિત્ર કાર્ડ આપવામાં આવશે. તબકકાવાર પ્રોજેકટની અમલવારી કરવામાં આવશે. હાલ સ્માર્ટ સિટી એરીયામાં પાન સીટી સ્માર્ટ સોલ્યુશન હેઠળ ઈઆરપી, જીએસઆઈએસ અને જીપીઆરના પ્રોજેકટની અમલવારી કરવામાં આવી છે. શહેરનાં 250 કિમી લંબાઈના ઓપ્ટીકલ ફાઈબર કેબલ પાથરવાની કામગીરી પણ ચાલી રહી છે. હવે આવનારા દિવસોમાં કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટીના વિકાસ માટે રાજકોટ મિત્ર કાર્ડ આપવામાં આવશે. આ ઉપરાંત સ્કાડા સિસ્ટમ ફોર ડબલ્યુટીપી, એસટીપી અને સ્માર્ટ મેટર ફોર વોટર એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ જેવા પ્રોજેકટો મુકવામાં આવશે.