રૈયાધારમાં મોટા બહેને સામે બોલવા બાબતે ઠપકો આપતાં નાની બહેને ઝેર પી જીવન ટૂંકાવ્યું: થોરાળામાં વૃદ્ધાએ ઝેરી દવા પી કર્યો આપઘાત
શહેરના જુદા જુદા ત્રણ સ્થળોએ આપઘાતના બનાવો સામે આવ્યા છે જેમાં કિશોરી સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા છે. સોરઠીયાવાડીના બગીચામાં બેકારી અને બીમારીથી કંટાળી વૃદ્ધે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો છે. તો રૈયાધારમાં મોટા બહેને સામે બોલવા બાબતે ઠપકો આપતાં નાની બહેને ઝેર પી જીવન ટૂંકાવ્યું જ્યારે થોરાળામાં વૃદ્ધાએ ઝેરી દવા પી આપઘાત કર્યાનું સામે આવ્યું છે.
શહેરના પ્રચક વિસ્તાર એવા સોરઠીયા વાડીના બસ સ્ટોપ પાસે આવેલા બગીચામાં એક વૃદ્ધે મઢુલીના હુંકમાં ચુંદડી બાંધીને ગળાફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા ભક્તિ નગર પોલીસમાં કાપલો ઘટના સ્થળે દોડી જઇ વૃદ્ધના મૃતદેહનો કબજો મેળવી કાર્યવાહી હાથધરી હતી. મરણજનાર નું નામ રમેશભાઈ રામાનંદી હોવાનું સામે આવ્યું છે.જેમાં મૃતક પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. સુસાઇડ નોટમાં લખ્યા મુજબ “આમાં કોઈ જવાબદાર નથી હું બેકારીથી કંટાળી ગયો છું બીમારીથી થાકી ગયો છું.” તેવું લખેલું મળી આવતા પોલીસે ઘટનાની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.તો અન્ય બનાવમાં રૈયાધાર પાસે ઇન્દિરાનગર -10 માં રહેતા પરબતભાઇ જગતિયાની 17 વર્ષની પુત્રીએ પોતાની મોટી બહેનના ઘરે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક ભગવતીની મોટી બહેન પૂજાએ કામ બાબતે ઠપકો આપતાં જીવન ટૂંકાવ્યું હતી.
જ્યારે ત્રીજા બનાવમાં થોરાળામાં ગોકુલપરા – 1 માં રહેતા લીલાબેન મોહનભાઈ સોંદરવા નામના 60 વર્ષના વૃદ્ધાએ પ્તાના ઘરે ઝેર દવા પી આપઘાત કરી લીધો હતો. વૃદ્ધાની આંખનું હજુ 10 દિવસ પહેલા જ ઓપરેશન કરાવ્ય હતું. જ્યારે તેના આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.