રાજકોટમાં રહેતા અને ભુણાવાના પાટીયા પાસે કુરિયરની ઓફીસ ધરાવતા પ્રોઢે પત્ની સહિતના સાસરીઓના ત્રાસથી કંટાળી પોતાની કુરિયરની ઓફિસે જ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પ્રૌઢ પાસેથી મળી આવેલી સુસાઇડ નોટના આધારે પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં પરિન ફર્નિચર પાછળ આવેલી આવકાર રેસીડેન્સીમાં રહેતા અને ભુણાવા ગામના પાટીયા પાસે ટેકનો કુરિયર નામની ઓફિસ ધરાવતા કાળાભાઈ રામજીભાઈ મોકરીયા નામના ૪૭ વર્ષના પ્રૌઢ પોતાની ઓફિસે હતા ત્યારે ઝેરી દવા પી લીધી હતી. પ્રૌઢને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઝેર પી આપઘાતનો પ્રયાસ કરનાર કાળાભાઈ મોકરીયા પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી છે જેમાં કાળાભાઈ તેમની પત્ની જમનાબેન, સાળા ગોરધન અને હરજી તેમજ હરજીની પત્ની સંગીતા સહિતનાના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.પોલીસે સ્યુસાઈડ નોટના આધારે તપાસનો દોર લંબાવ્યો છે.
આધેડ કાળાભાઈ મોકરિયાએ સુસાઈડ નોટમાં જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલા તેમની પુત્રી ભૂમિકાએ પણ આપઘાત કર્યો હતો. જેમાં પણ કાળાભાઈના પત્ની અને તેના સાળા પર આક્ષેપ કર્યા હતા. ત્યાર બાદ પણ તેમનો ત્રાસ યથાવત રહ્યો હતો અને પોલીસ કેસમાં પણ ફસાવી દેતા અશહ્ય ત્રાસના કારણે ઝેરી દવા પી લીધી હતી.