ગાયકવાડીમાં માનસિક બિમારીથી ત્રસ્ત નવોઢાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું: માયાણી ચોક પાસે પરિણીતાએ કર્યો આપઘાત
શહેરમાં જુદા જુદા ત્રણ સ્થળો આપઘાતના ત્રણ બનાવો સામે આવ્યા છે જેમાં પોપટ પરા વિસ્તારમાં આર્થિક વિસથી કંટાળી યુવાને ગળાફાંસો ખાય આપઘાત કર્યો છે. ત્યારે ગાયકવાડી વિસ્તારમાં માનસિક બીમારીથી ત્રસ્ત નવોઢાએ ગળાફાંસો ખાય જીવન ટૂંકાવ્યું હતું અને માયાણી ચોક પાસે પરણિતાએ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી જવા પામી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોપટપરા વિસ્તારમાં વિવેકાનંદ ક્વાટરમાં રહેતા અને ડ્રાઈવિંગનું કામકાજ કરતા મેરુભાઈ સુખાભાઈ સોલંકી નામના 26 વર્ષના યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે ઘટનાની જાણ થતા હેડ કોન્સ્ટેબલ વિમ્લેશ રાજપૂત સહિતનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક મેરુભાઇ સોલંકી ડ્રાઈવિંગનું કામકાજ કરતા હોય અને છેલ્લા ઘણા સમયથી ધંધો સરખો ચાલતો ન હોવાથી આર્થિક કંટાળી આપઘાત કરી લીધો હતો. યુવાનના આપઘાતના પગલે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.
ધોની બનાવમાં ગાય કાઢી વિસ્તારમાં રહેતી આશિકાબેન મુકેશભાઈ ભાગતાણી નામની 24 વર્ષીય નવોઢાએ માનસિક બિમારીથી કંટાળી આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે. નવોઢાએ પિયરથી આવી પોતાના ઘરે ઉપરના રૂમમાં જઈ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આશિકાબેન છેલ્લા ઘણા સમયથી માનસિક બિમારીથી કંટાળી આપઘાત કર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
તો ત્રીજા બનાવમાં માયાણી ચોક પાસે ખીજડીયાવાળા રોડ પર વિશ્વનગરમાં રહેતી રીનાબેન જયસુખ માલવી નામની 38 વર્ષની પરણીતા પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતા એએસઆઈ ગીતાબેન પંડ્યા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યાહી હાથધરી છે.