શહેરમાં આવેલી નઝમી મસ્જિદમાં વ્હોરા સમાજ માટે ટિફિન તૈયાર કરતા કેટરિંગ પર આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન અનેક અખાદ્ય ચીજવસ્તુઓ મળી આવતા નોટિસ ફટકારવામાં આવી હતી, વ્હોરા સમાજના આ કેટરિંગમાં દરરોજના 600 લોકો માટે જમવાનું તૈયાર કરવામાં આવે છે.
60 કિલો અખાધ્ય ચોખાનો નાશ કરાયો
પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં રૈયાનાકા ટાવર પાસે આવેલી નઝમી મસ્જિદમાં વ્હોરા સમાજ માટે ટિફિન તૈયાર કરવા કેટરિંગ ચાલે છે. આ કેટરિંગમાં દરરોજના 600 લોકો માટે જમવાનું તૈયાર કરવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કેન્ટિંગમાં બનતા જમવા અંગે ફરિયાદો ઉઠવા પામી હતી જેના આધારે RMC ના આરોગ્ય વિભાગ દ્વારા દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન નોનવેજ ગ્રીન ટિકા પુલાવ, સુપના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી અનેક ચીજવસ્તુઓ અખાધ્ય મળી આવી, ત્યારબાદ 60 કિલો ચોખાનો કેન્ટિંગ સ્થળે નાશ કરાયો હતો અને સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી હતી.