શહેરમા રીક્ષામાં મુસાફરોની કિંમતી માલમત્તા, મોબાઈલ ફોન તફડાવી લેતી જુદી જુદી ગેંગના કારસ્તાનો છાશવારે બહાર આવે છે. સીસીટીવી કેમેરાને કારણે આ પ્રકારના ગુના આચરતી ગેંગ મોટા ભાગે પકડાઈ પણ જાય છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચે ગઇકાલે રીક્ષા ગેંગના વધુ ત્રણ શખસોને ઝડપી લીધા છે.
વિગતો મુજબ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે માધાપર ચોકડી પાસેથી રીક્ષા ગેંગના કિશન, સુરેશ સગર, (ઉ.વ.19, 2હે. રેલનગર છત્રપતી શિવાજી ટાઉનશીપની બાજુમાં, ચાર માળીયા કવાર્ટર), અજય ઉર્ફે સદામ બીપીન મહેતા(ઉ.વ.23, 2હે. બાપા સીતારામ ગૌશાળા, શિતલ પાર્ક પાસે) અને અજીત ઉર્ફે અજય મનસુખ રાઠોડ (ઉ.વ.28, 2હે. મનહ2પુ2-1 ગામ) ને ઝડપી લીધા હતા.આરોપીઓના કબ્જામાંથી બે મોબાઈલ ફોન, ગુનામાં વપરાયેલી રીક્ષા કબ્જે કરવામાં આવી હતી.
ગત તા. 23 ના રોજ માતા-પુત્રને રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી મોબાઈલ તફડાવી લેવા અંગે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. ઝડપાયેલા આરોપીઓએ આ ગુનો કબુલ્યો છે. આ સિવાયના બીજા ગુના આચર્યો છે કે કેમ તેની હવે ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.આરોપી કિશન અગાઉ ચોરી અને મારામારી સહિત બે ગુનામાં, આરોપી અજય ઉર્ફે સદામ ચોરી, દારૂ, મારામારી સહિતના 10 ગુનામાં જયારે આરોપી અજીત મારામારી સહિતના બે ગુનામાં પકડાઈ ચુકયા છે.