40 પછી “ચાલીશ” જ તો ચાલીશ

નાગરિક માટે રેસકોર્સમાં મહાનગરપાલિકા માટે દ્વારા વોકિંગ જોન બનાવવામાં આવ્યું છે

સ્વાથ્ય માટે શિયાળું ઋતુને ઉત્તમ માનવામાં આવ્યો છે.શિયાળાના ચાર મહિના કસરત કરવાથી શરીરને સમગ્ર વર્ષ નિરોગી અને તંદુરસ્ત રાખી શકાય છે શહેરના મધ્યમાં કુદરતી સૌંદર્યથી નાગરિકો કુદરતી વાતાવરણમાં મોર્નિંગ વોક કરીએવા સુંદર વોકિંગ જોન, ગેઝીબો અને ગાર્ડનની સુવિધા રેસકોર્સમાં ઉભી કરવામાં આવી છે. મોર્નિંગ ઓફ કરવા નીકળેલા માટે હવે વિનામૂલ્ય ઉકાળાનું વિતરણ પણ કરવામાં આવે છે ચાલવાની સાથે સાથે શિયાળાની ઠંડીમાં શરીરને ગરમી મળી રહે એ માટે ઔષધિથી ભરપૂર ઉકાળાનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે

સવાર,સાંજ લોકો કસરત,યોગ કરતા નજરે પડે  રેસ કોર્સમાં યુવાનો, યુવતીઓ, મહિલાઓ અને સિનિયર સિટીઝનો માટે રોજ સવાર અને સાંજનુ મોર્નિંગ હોક માટે આવી પહોંચે છે.

દરેક ઉંમરના લોકો માટે ફાયદાકારક છે. ઘણી વખત જ્યારે તમે ડોક્ટર પાસે જાઓ છો, ત્યારે તે તમને દરરોજ થોડા કિલોમીટર ચાલવાની અથવા દોડવાની સલાહ પણ આપે છે. શું તમે જાણો છો કે તમે દરરોજ 8 થી 10 કિલોમીટર ચાલીને તમારી જાતને ફિટ અને હેલ્ધી રાખી શકો છો. શરીરને સ્વસ્થ રાખવા માટે શારીરિક પ્રવૃત્તિ ખૂબ જ જરૂરી છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે ચાલવાથી તમારા શરીરને શું ફાયદા થાય છે.

સાંધાના દુખવામાં મળે છે

રાહત દરરોજ ચાલવાથી અને શારીરિક પ્રવૃત્તિ કરવાથી સાંધાનો દુખાવો ઓછો કરી શકાય છે. કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે ચાલવાથી સંધિવા સાથે સંકળાયેલ પીડા ઓછી થાય છે અને અઠવાડિયામાં લગભગ 9-10 કિલોમીટર ચાલવાથી પણ સંધિવાને થતા અટકાવી શકાય છે. જે લોકો આર્થરાઈટિસની સમસ્યાથી પરેશાન છે, તેમના માટે ચાલવું ખૂબ જ ફાયદાકારક છે.

વજન વધારતા જીન્સ થાય છે

દરરોજ ચાલવાથી આપણા શરીરમાં વજન વધારતા જીન્સની અસર ઓછી થઈ શકે છે. હાર્વર્ડના સંશોધકોએ 12,000 થી વધુ લોકો પર હાથ ધરેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો દરરોજ 1 કલાક ઝડપથી ચાલે છે, તેમના શરીરમાં સ્થૂળતાને પ્રોત્સાહન આપતા જનીનોની અસર અડધી થઈ જાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.