સાળાના પરિવાર સાથે શ્રીનાથજી દર્શન કરી પરત ફરતી વેળાએ પાલનપૂર પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો

રાજકોટની એચ.એન. શુકલા કોલેજના પ્રોફેસર પોતાના અને સાળાના પરિવાર સાથે શ્રીનાથજી દર્શન કરી કારમાં પરત ફરી રહ્યા હતા ત્યારે ઈકબાલગઢ હાઈવે પાસે લકઝરી બસ, ટ્રક અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાતા પ્રોફેસર, તેમની સાળી અને સાળીની પુત્રીનું કમકમાટીભર્યું મોત નિપજયું હતુ જયારે બે બાળકો સહિત દસને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ જામજોધપૂરનાં અને રાજકોટમાં એચ.એન. શુકલા કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા નિતિનભાઈ ચંદુભાઈ પોપટ પોતાના પરિવાર સાથે પાલનપૂર રહેતા તેમના સાળા મેહુલભાઈ જોષીના પરિવાર સાથે કારમાં શ્રીનાથજી દર્શન કરી પરત ફરી રહ્યા હતા. ત્યારે બનાસકાંઠાના ઈકબાલગઢ પાસે રોગ સાઈડમાંથી આવતા ટ્રક સાથે કાર અથડાતા અને પાછળથી આવી રહેલી જાનૈયાની લકઝરી બસે કારને પાછળથી ઠોકર મારત ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં બેઠેલા પ્રોફેસર નિતિનભાઈ પોપટ, પાલનપૂર રહેતી તેમની સાળી મેઘનાબેન મેહુલભાઈ જોષી ઉ.૪૨ અને સાળીની પુત્રી આધ્યા મેહુલભાઈ જોષી ઉ.૧૨ ના ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નિપજયા હતા.

7537d2f3 8

જયારે ગમખ્વાર અકસ્માતમાં પ્રોફેસરનાં પત્નિ ધર્મિષ્ઠાબેન પોપટ ઉ.૪૨, તેમના પુત્ર નિલ પોપટ ઉ.૩ માધવ પોપટ ઉ.૧૧ તેમના સાળા મેહુલભાઈ જોષી ઉ.૪૫, લકઝરી બસમાં રહેલા વાલીયા ગામના અનંતભાઈ ધર્મેશભાઈ ખત્રી ઉ.૨૬, રાહુલકુમાર જયન્દ્રભાઈ કાકો ઉ.૨૭, માંડવીના આશિષ રમેશભાઙઈ ચૌધરી ઉ.૨૬, વાલિયાના જીજ્ઞેશભાઈ મોરબી ઉ.૨૧, સુરતના મયંકકુમાર દિનેશભાઈ ખત્રી ઉ.૨૮ અને અંકલેશ્ર્વરના ગોવિંદભાઈ લાલજીભાઈ ખત્રી ઉ.૨૭ ઘવાતા તેઓને સારવાર માટે પાલનપૂર હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામા આવ્યા હતા.

બનાવના પગલે રાજકોટ પ્રોફેસરના પરિવાર સહિત વિદ્યાર્થીઓમાં ભારે ગમગીની છવાઈ રહી છે.પોલીસે ઘટનાની નોંધ કરી ફરાર ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.