45 આગમ સાથે ચૈત્ય પરીપાટી અને તપસ્વીની શોભાયાત્રા: મ.સા. શ્રેયાંસદ્રુમાશ્રીજીની માસ ક્ષમણ તપશ્ર્ચર્યા પ્રસંગે મહોત્સવ
રાજકોટ યુનિવર્સિટી રોડ જૈન તપગચ્છ સંઘ દ્વારા માસ ક્ષમણ ઉગ્ર તપશ્ર્ચર્યા પ્રસંગે ત્રિદિવસય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી આગમોઘ્ધારક સુરીજી મ.સા. ના સમુદાયના તપસ્વીરત્ના શ્રેયાંસંદ્રુમાશ્રીજી મ.સા.ને માસ ક્ષમણની તપશ્ચર્યા ચાલી રહી છે. આ નિમિતે ત્રિદિવસીય મહોત્સવનું આયોજન યુનિવર્સિટી રોડ શ્વેતાંબર મૂર્તિપુજક જૈન તપગચ્છ સંઘ દ્વારા કરવામાં આવેલ છે.
જેમાં આજરોજ તા. 16 ના સવારે 7.30 કલાકે 4પ આગમ સાથે ચૈત્ય પરીપાટી અને તપસ્વીની શોભાયાત્રા નિકળી હતી. ત્યારે મ.સા.જી સંયમદ્રુમાશ્રીજી તથા શિષ્યા મ.સા. શ્રેયાંસદ્રુમાશ્રીજીને બગીમાં બિરાજીત કરાયા હતા. શોભાયાત્રામાં શ્રાવક શ્રાવિકો તથા ધર્મપ્રેમીઓ અને સાઘ્વીઓ હર્ષોઉલ્લાસથી જોડાયા હતા. આ સિવાય તા. 17 ના રોજ નવકાશી, મહાપુજન, ચૌવિહાર ભકિત તથા ભકિત રસ તથા તા. 18 ના રોજ 45 આગમનનું મહાપુજન અને ઉપસ્થિત સાધર્મિકો માટે ચૌવિહાર ભકિતનું આયોજન કરાયેલું છે.
ધર્મમય કાર્યક્રમમાં જોડાયેલા શ્રાવક-શ્રાવિકો તથા મુખ્ય મહેમાનોનો આભારી: અનિષભાઇ વાઘેર યુનિ. જૈન સંઘ પ્રમુખ
યુનિવર્સિટી રોડ શ્વેતાંબર મૂર્તિપુજક જૈન તપગચ્છ સંઘના પ્રમુખ અનિષભાઇ વાઘરે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ સંઘના નાના મહારાજ શ્રેયાંસદ્રુમાશ્રીજી મહાસતીજીની તપશ્ર્ચર્યા ચાલી રહી છે. ત્યારે 45 આગમ સાથે ચેત્ય પરીપાટી અને તપસ્વીની શોભાયાત્રા પ્રસંગે શ્રાવ્ય, શ્રાવિકોઓ તથા આમંત્રિત ડે.મેયર દર્શિતાબેન શાહ, જયેશભાઇ (સોનમ કલોક મોરબી) તથા અબતક ટીમનો આભાર માનું છું.
મહોત્સવને દીપાવવા અનિષભાઇ વાઘરે સારી કામગીરી કરી છે: મ.સા. સંયકદ્રુમાશ્રીજી
મ.સા. સંયમદ્રુમાશ્રીજીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પુજય આનંદસાગર સુરીજી મ.સા.ના સમુદાયના શ્રેયાંસદ્રુમાશ્રીજી મ.સા.ની માસ ક્ષમણની તપસ્યા ચાલી રહી હોવાથી યુનિવસિટી જૈન સંઘમાં ખુબ ઉત્સાહ અને આનંદનો માહોલ છે. ત્રણ દિવસનો મહોત્સવ છે જેમાં 4પ આગમનનું મહાપુજન, યુનિવર્સિટી સંઘના પ્રમુખ અનિષભાઇ વાઘર તથા ટ્રસ્ટીગણોએ આ પ્રસંગને દીપવવા ખુબ જ સારી કામગીરી કરી છે.