ગોંડલ રોડ નજીક કારનાનામાં, રૈયાધાર, પોપટપરા, ઉદયનગર, ચંદ્રેશનગર અને 1પ0 ફુટ રીંગ રોડ પર પોલીસના દરોડા: 1.83 લાખનો મુદામાલ કબ્જે
રાજકોટ શહેરમાં દારૂ જુગારની બદી ડામી દેવા પોલીસ સાત સ્થળે દરોડો પાડયા જેમાં પોપટપરા, રૈયાધાર, રૂડીમા ચોક, ગોંડલ રોડ નજીક કારખાનામાં, ઉદયનગર, ચંદ્રેશનગર અને 1પ0 ફુટ રીંગ રોડ નજીક ફોર્ચુયન હોટલ નજીક જુગાર ધામ પર પોલીસે દરોડો પાડી નવ મહિલા સહીત 31 શખ્સોની ધરપકડ કરી રૂ. 1.83 લાખનો મુદામાલ કબ્જે કરી નાશી છુટેલા બે શખ્સોની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
આ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ ગોંડલ રોડ લેઉવા પટેલ ક્ધયા છાત્રાલય પાછળ મારુતી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં સેમીઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનેદાર દિવ્યેશ નાનજી કમાણી સહિત જુગાર રમતા હોવાની માલવીયાનગર પોલીસને બાતમી મળતા પોલીસે દરોડો પાડી દિવ્યેશ સહીત અંબરીશ અમૃતલાલ ચિત્રોડા, ભાગરીત ચંદુ ઘેટીયા, રાહુલ મહેન્દ્ર ઓઝા, મિતેશ કિશોર અજાગીયા નામના પત્તા પ્રેમીઓને ઝડપી જુગાર પટમાંથી રૂ. 1,03,600નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
માલવીયાનગર પોલીસે પેટ્રોલીંગ દરમિયાન અન્ય એક જુગારના દરોડા હરમવાડી રોડ, ઉદયનગર-ર શીરે નંબર 6 માં જાહેરમાં જુગાર રમતા લખમણ ઓધડભાઇ ઓડેદરા, પ્રતિક પોપટભાઇ કંડોલીયા, જીવરાજ દામજીભાઇ કુંભડીયા નામના શકુનીને ઝડપી રોકડ રૂ. 17,600 નો મુદામાલ કબ્જે કર્યો છે.વધુમાં માલવીયાનગર પોલીસને મળેલી બાતમીના આધારે ચંદ્રેશનગર મેઇન રોડ આસોપાલવ સોસાયટી શેરી નં.4 માં મનીષ ચંદ્રસિંહ ભટ્ટીના મકાનમાં દરોડો પાડતા જુગાર રમતા મનીષ સહિત ચંકીનામ ભીમળદાસ અટલાણી, નયન નરેન્દ્રભાઇ તન્ના, હિતેષ મગનભાઇ શીયાળ, જીતેન્દ્ર ઉર્ફે જીતુ બાલકૃષ્ણભાઇ વણઝાશ નામના શખ્સોની ધરપકડ કરી રોકડા રૂ. 10,340 નો મુદામાલ કબ્જે કરી પોલીસે તપાસ હાથ ધરી છે.
જયારે પ્ર.નગર પોલીસ સ્ટેશન વિસ્તારના પોપટપરા શેરી નં. 14 માં જાહેરમાં જુગાર રમતા હોવાની જાણ થતાં પોલીસે દરોડો પાડતા જુગાર રમતા ઇકબાલ ભીખુ શેખ, વિરેન્દ્ર ઉફે વિરુ હેમભાઇ નામના બે શખ્સોની ધરપકડ કરી લીધી છે. અને ધનો ગેડાણી, દીલીપ ઉર્ફે દીપક મકવાણા નામના બે શખ્સો નાશી ગયા હોવાથી પ્ર.નગર પોલીસે તેમની શોધખોળ ચાલુ કરી છે. જુગાર પટમાંથી રોકડા રૂ.10,500 નો મુદામાલ કબ્જે કર્યો છે.શહેરમાં જુગાર રમાડતા અને રમતા શખ્સો બે ફામ થયા છે.
ગાંધીગ્રામ-ર યુનિવર્સિટી પોલીસે પેટ્રોલીંગમાં હતા ત્યારે એચ.સી. મહેન્દ્રસિંહ ડોડીયા સહીતના સ્ટાફને બાતમી મળતા પોલીસે દરોડો પાડી જુગાર રમતા કેતન શાંતિભાઇ પરમાર, હંસાબેન ધનભાઇ વશરામભાઇ ચાવડા, જોશનાબેન દામજી પાણીખસીયા (કુંભાર), મનીષાબેન ભાવીનભાઇ પરમાર, લક્ષ્મીબેન મનોજ ચાવડા, સોનલબેન સતીષ સરવૈયા, હેમાબેન સંજય જોગીયાણી નામના 6 મહિલા સહીત સાત પત્તાપ્રેમીઓની ધરપકડ કરી જુગાર પટમાંથી રૂ. 10,260 નો મુદામાલ કબ્જે કર્યો છે.
અન્ય એક જુગાર ગાંધીગ્રામ-ર યુનિવર્સિટી પોલીસે રૈયાધાર રાણીમા રૂડીમાં ચોક પાસે અશ્ર્વીન મનસુખ શ્રીમાળીના મકાનમાં મળેલી બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા અશ્ર્વીન સહિત ઇસ્માઇલ જુસબ સિપાઇ, ધીરેન્દ્ર કાળુ બેરડીયા, ફરીદ જુસબ જુણેજા, લતાબેન અશ્ર્વીન મનસુખ શ્રીમાળી, સવિતાબેન નાનજીભાઇ મહોનભાઇ રન્તોતર, કૈલાસબેન વસંત વાલજી પરમાર નામના ત્રણ મહિલા સહીત સાત પત્તાપ્રેમીઓની ધરપકડ કરી રોકડા રૂ. 10,300 નો મુદામાલ કબ્જે કર્યો છે.
શહેરમાં ચો તરફ જુગારની મહેફીલને નાથવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જયારે રાજકોટ તાલુકા પોલીસે મળેલી બાતમીના આધારે 1પ0 ફુટ રીંગ રોડ ફોર્ચ્યુન હોટલ પાછળ રપ વારીયા સરસ્વતીનગર શેરી નંબર ર માં પીન્ટુ ઉર્ફે બાઠો રમેશ ગુજરાતીના મકાનમાં જુગારની મહેફીલ માણતા હોય ત્યાં પોલીસે દરોડો પાડી પીન્ટુ સહિત હરેશ ભીખા ચાવડા, મયુર રાજુ પીપળીયા, ખીમજી ઉર્ફે ગીરધર વાઘજી સોલંકી, મયુર ઉર્ફે લાલો કનુ સેલારા નામના શખ્સોની ધરપકડ કરી રોકડા રૂ. 13,500 નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.