બોમ્બ સ્ક્વોડ,એસઓજી, ક્રાઇમ બ્રાંચ અને માલવીયા પોલીસ સહિતનો કાફલો દોડતો થયો
બોક્સમાંથી લોખંડના પાર્ટસ મળી આવ્યા : મોકડ્રીલ હોવાનું જાહેર કરાયું
રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલ રિલાયન્સ મોલમાં આજે વહેલી સવારે એક શંકાસ્પદ બોક્સ મળી આવ્યા હોવાની કંટ્રોલરૂમમાં જાણ થતા ચકચાર મચી જવા પામી હતી અને તે મામલે તાત્કાલિક એસઓજી, ક્રાઇમ બ્રાંચ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, માલવીયાનગર પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી જઇ તપાસ કરવામાં આવી હતી.જ્યારે તે બોક્સની તપાસ કર્યા બાદ તેમાંથી લોખંડના પાર્ટસ મળી આવતા તમામે ચેનનો શ્વાસ લીધો હતો.જયારે આ મોકડ્રીલ હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
વિગતો મુજબ શહેરમાં 150 ફૂટ રીંગ રોડ પર આવેલ રિલાયન્સ મોલના મેનેજર યોગેશભાઇએ તેમના મોલમાં એક શંકાસ્પદ બોક્સ હોવાની જાણ કરતાં બોમ્બ સ્કોવડ, ડોગ સકોવડ,એસ.ઑ .જી પી.આઇ, કાઇમ બ્રાંચ પી.આજ બી. ટી. ગોહિલ, માલવીયાનગર પોલીસ, ટ્રાફિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને તેની તપાસ કરાતા તેમાંથી લોખંડના પાટ્સ મળી આવ્યા હતા.જેથી છેલ્લે આ સમગ્ર ઘટના મોકડ્રીલના ભાગ રૂપેની હોવાનું જાહેર થયું હતું.અને શહેરની સુરક્ષા વ્યવસ્થાના ભાગ રૂપે પોલીસ કમિશનરની સુચના અનુસાર શહેર એસ.ઓ.જી ટીમે મોકડ્રીલ યોજી હોવાનું જાહેર થયું હતું.