રાજકોટના વેપારી સપ્તાહમાં દાગીના સાથે એમ.પી.જતા હોવાથી તસ્કરોએ રેકી કરી ચોરીને અંજામ આપ્યો ‘તો: મધ્યપ્રદેશથી ચાર ઝડપાયા
રાજકોટ ગ્રીનલેંડ ચોકડી થી શૈલેષભાઈ નામના યુવક સોનાની બેગ લઈ અને બસમાં ચઢ્યા હતા અને મહિસાગર નામની બસમાં મુસાફરી કરી રહ્યા હતા તે સમયે દર્શન હોટલ માં રેસ્ટ કરવામાં આવતા તે પોતે વોશરૂમમાં પોતાનો થેલો બસ માં મૂકી અને ગયા હતા તે સમયે લૂંટારુઓ દ્વારા સોના ભરેલા થેલાની લૂંટ કરવામાં આવી છે અને 88.55 લાખ ના સોના ની લૂંટ કરાઈ છે.
ત્યારે આ મામલે સમગ્ર ઘટનામાં કાવતરું લૂંટારુઓ દ્વારા રચવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે તે સમયે રાજકોટથી મહિસાગર ટ્રાવેલ્સ ઉપડી હતી તેની વોચ રાખવામાં આવતી હતી અને યુવક પાસે સોરી હોવાની બાતમી લૂંટારો પાસે પાકી હતી તે સમયે યુવક થયેલો મૂકી ફરાર બને અને તે થેલાની ઉઠાંતરી કરી લઈએ તે હેતુ સાથે જ આ લૂંટારૂઓ બલેનો કાર લઇ અને ટ્રાવેલર્સ ની પાછળ આવતા હતા.
તેવા સંજોગોમાં રાજકોટનો આ યુવક અવાર-નવાર સોનું લઇ અને મધ્યપ્રદેશ તરફ જતા હોવાનું પૂછપરછમાં ધડાકો થયો હતો ત્યારે આ મામલે જોરાવરનગર પોલીસ તથા અન્ય પોલીસ સ્ટાફ તથા ડીવાયએસપી દ્વારા આ મામલે આગળની પોલીસ કાર્યવાહી મધ્યપ્રદેશ તરફ નો પગેરૂ ગોઠવી અને તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે આજે સવારે આ ટોળકીને મુદ્દામાલ સાથે મધ્યપ્રદેશથી ઝડપી લીધી હોવાની આશંકા છે અને હાલમાં સ્થાનિક પોલીસ અને ડીવાયએસપી સહિતનો કાફલો આ ટોળકીને સુરેન્દ્રનગર ખાતે લાવતા હોવાની પણ વિગત સામે આવી છે.
તેવા સંજોગોમાં સ્પેશિયલ સમગ્ર ઘટનાનું કાવતરું કરવામાં આવ્યું હોય અને પૂર્વ આયોજન સાથે બસમાંથી શૈલેષભાઈ પાસે રહેલું સોનાની ચોરી કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે ત્યારે આ મામલે તે પોતે મધ્યપ્રદેશથી બલેનો કાર લઇ અને આવ્યા હોવાનું ખુલવા પામ્યું છે અને તે કારમાં જ આ સમગ્ર કાવતરું ઘડી અને શૈલેષભાઈ પાસે રહેલું સમગ્ર સોનાની ચોરી કરી હોવાનું પૂર્વાયોજન તેમના દ્વારા કરવામાં આવ્યું હતું.
જેમાં તેમને અગાઉથી જ ખબર હતી કે દર્શન હોટલ ખાતે ખાનગી ટ્રાવેલ્સ ઊભી રહેશે અને જરૂરથી શૈલેષભાઈ પોતે ફ્રેશ થવા નીચે ઉતરશે અને તે નીચે ઉતરશે તે સમયે જો તેમની પાસે નહીં હોય અથવા તેમની પાસે સોનુ ભરેલ થેલો જો તેમની સાથે નહીં હોય તો ચોક્કસથી બસમાં ચડી અને આયોજનબદ્ધ રીતે આ થેલાની લૂંટ કરી લઈશું તે કાવતરા સાથે તે દર્શન હોટલ આવ્યા હતા.
ત્યારે આ મામલે તેમનો પ્લાન સક્સેસ થવા પામ્યો હતો તને તે પોતે આ સમગ્ર સોનાની ચોરી કરી સમગ્ર ટોળકી મધ્યપ્રદેશ કે પહોંચી હતી તેવા સંજોગોમાં જે સમયે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તે સમયે શૈલેષભાઈ કે જેમનું ચોરી થઈ ગયું હતું તેમણે ઉલ્લેખ કર્યો હતો કે તે અવાર-નવાર મધ્યપ્રદેશ જતા હોય છે અને સોનુ પણ આ મધ્યપ્રદેશ લઈ જઈ રહ્યા હતા ત્યારે દર્શન હોટલ નજીકથી આ ઘટના બનતા જોરાવરનગર પોલીસ દ્વારા આ મામલે મધ્યપ્રદેશ તરફ કામગીરી હાથ ધરવામાં આવી હતી તથા સુરેન્દ્રનગર જિલ્લાની અન્ય પોલીસ પણ આ મામલે કામે લાગી હતી.