વસાણાના મસાલા 5000થી 20,000ના કીલો
શિયાળા નો પ્રારંભ થઈ ગયો છે હવે ઠંડી પણ ધીમે ધીમે જોર પકડી રહી છે ત્યારે ઠંડી સામે હુંફ મળે અને તંદુરસ્તી પણ વધે તે માટે વાસણા જરૂરી બને છે શિયાળામાં શરીરનું તાપમાન જાળવી રાખવા માટે વસાણા મહત્વનો ભાગ ભજવે છે વસાણામાં આયુર્વેદ ઔષધી ઓથી ભરપૂર વસાણા શિયાળામાં આશીર્વાદરૂપ માનવામાં આવે છે.
તંદુરસ્તી ની દ્રષ્ટિએ શિયાળો સ્વાસ્થ્ય માટે સૌથી શ્રેષ્ઠ ઋતુ છે તંદુરસ્તી માટે લોકો અલગ અલગ ઉપાય કરતા હોય છે જેમાં વસાણા ને પણ નંબર વન ગણી શકાય છે વસાણા માં ગુંદર પાક, મેથીપાક ,અખરોટ પાક ,આદુ પાક સાલમ પાક, સાની, ડ્રાય ફ્રુટ પાક અને પોષણ યુક્ત લાડુ, ખજૂર પાક ,બીટ લાડુ ,ગાજરનો હલવો જેવી વાનગીઓ નો સમાવેશ વસાણામાં કરી શકાય છે.
વસાણા બનાવતી વખતે આયુર્વેદિક જડીબુટ્ટી નાખવામાં આવતી હોવાથી શરીરને ચુસ્ત રાખે છે આપણા દાદા દાદી પરદાદા તંદુરસ્તી જાળવવા આ પરંપરિક વાનગીઓ ઋતુ અનુસાર આરોગતા હતા વસાણામાં વાપરવામાં મસાલા આયુર્વેદિક છે, સફેદ સૂઠ, કેસર ,સફેદ મરી ,કાળા મરી,ગઠોડા, પીપરી મૂડ કાટલુ પાવડર,સતાવરી અશ્વગંધા, કોચા ચૂર્ણ, ગુંદર ,મેથી દાણા કોપરાનું ખમણ અજમો ,ગોળ ,ઘી જેવીવિવિધ વસ્તુઓ ઉપયોગ કરવામાં આવે છેઆ બધી સામગ્રી આરોગ્યપ્રદ અને શક્તિપ્રદાન હોય છે આ આયુર્વેદિક સામગ્રી નો ઉપયોગ કરી જુદા જુદા વાસણા બનાવવામાં આવે છે
રાજકોટના વસાણા મસાલાને વિદેશમાં પણ માંગ
શિયાળો આવે એટલે વસાણા યાદ આવે શિયાળાની સીઝન ધીમે ધીમે જોર પકડતી જાય છે ત્યારે વસાણા બનાવવા માં જરૂરી મસાલાનું બજાર ગરમ થઇ ગયું છે રાજકોટમાં છેલ્લા સવાસો વર્ષથી આ બજાર સાથે જોડાયેલા કાદરભાઈ વોરા પરિવારના સેફુદીનભાઈ ગાંધીએ જણાવ્યું કે શિયાળો આવે એટલે કે નવેમ્બર માસથી ફેબ્રુઆરી સુધી મસાલાની માંગ ડબલ થઈ જાય છે આ વખતે મસાલાના ભાવમાં 10% જેટલો ભાવ વધારો થયો છે રાજકોટમાં આવતા એનઆરઆઈ પરિવાર રાજકોટ થી ખાસ વસાણાના મસાલા લઈ જાય છે તેમ શેફુદીનભાઈ જણાવ્યું હતું
વસાણાયુકત મિઠાઇ રૂ.200 થી 1000 રૂ.માં વેચાય છે
શિયાળો આવે આવે એટલે શક્તિવર્ધક અને પોષણયુક્ત ખોરાક લેવાનું પ્રારંભ થઈ જાય શિયાળાની સિઝનમાં વસાણા બનાવવા માટે અત્યારે સ્ત્રીઓ પાસે સમયનો અભાવ હોવાથી બજારમાં વસાણા તૈયાર મળતા હોય છે ત્યારે શિવ શક્તિ ના જગદીશભાઈ અકબરી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે બદામ પાક સાલમપાક ગુંદ પાક ખજૂર ખત્રી ખજૂર પુરી ખજૂર પીઝા તેમજ અડદિયા એસએસ સ્પેશિયલ અડદિયા જેવી 10 થી 12 જેવી જુદી જુદી વેરાઈટી શિયાળામાં બનાવવામાં આવે છે તેમજ 600 રૂપિયા થી લઈ ર1,000 ના કિલો તમામ વસાણા મળે છે અને ગ્રાહકો ખૂબ હોશે હોશે શિયાળાનો પ્રારંભ થતાં ખરીદવા આવે છે