પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે ત્રીજા પોલીસ ઇન્સ્પેકટરોને પોષ્ટીંગ આપ્યું: આર્થિક ગુના નિવારણ સેલ કામગીરી પણ સંભાળશે
અબતક, રાજકોટ
રાજકોટ ક્રાઇમ બ્રાંચમાં વધારે એક પીઆઇ ની પોસ્ટ ઉભી કરાઇ છે. પી.આઈ. જે.વી. ધોળાની બદલી થયા બાદ તેમના સ્થાને ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ એલ.એલ.ચાવડાને પોસટિંગ અપાયા બાદ બી.ટી.ગોહિલની ક્રાઈમ બ્રાંચમાં નિમણૂક આપવામાં આવી છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ એલ.એલ.ચાવડાને ક્રાઈમ બ્રાન્ચના ધોળાની ખાલી પડેલી જગ્યા પર નિમણૂક આપ્યાની ગણતરીની જ કલાકોમાં ક્રાઇમ બ્રાન્ચમાં ત્રીજા પીઆઇ તરીકે બી. ટી. ગોહિલની નિમણૂક કરવામાં આવી છે.
આર્થિક ગુના નિવારણ સેલની કામગીરી પણ બી.ટી.ગોહિલ સંભાળશે, વર્ષ 2010માં પી.એસ.આઇ તરીકે પસંદગી પામેલા બી.ટી. ગોહિલ પથમ પોસ્ટિંગ રાજકોટ બી ડિવિઝન , એસઓજી ઇન્ચાર્જ પીઆઇ, કુવાડવા રોડ ડી સ્ટાફ પીએસઆઇ, ભક્તિનગર પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં પીએસઆઇ તરીકે, મોરબી એસઓજી ,અમદાવાદ ગ્રામ્યએસસોજી અને રાજકોટ સિટી પેરોલ ફલ્લો સહિત મહત્વની જગ્યાએ ફરજ બજાવી હોય તેમજ રાજકોટ શહેરના ગુનેગારોની નસ પારખું અને કાયદો અને વ્યવસ્થા જાળવવાના માહિર એવા બી.ટી. ગોહિલ ની કામગીરીને ધ્યાને લઈ તેમજ વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દવારા બીટી ગોહિલ ની ક્રાઇમ બ્રાન્ચમાં નિમણૂક કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.