કોલેજમાં ભણતો દરેક વિદ્યાર્થી પોતાના જીવનના ધ્યેય પ્રત્યે સ્પષ્ટ થાય તેમજ પોતાના કામને ધર્મ સમજવાની દ્રષ્ટિ તેનામાં કેળવાય , કોલેજનો હંમેશા તે ઉદ્દેશ રહયો છે.
વિધાર્થીઓમાં રહેલી આવડત , કૌશલ્યોની ઉમદા / ઉત્તમ અભિવ્યકિત માટે તેમજ તેઓને વિષય શિક્ષણ ની સાથે સાથે જીવનશિક્ષણ પણ મળી રહે તે હેતુથી તા .5 મી સપ્ટેમ્બર 2022 ના રોજ ટી . એન . રાવ કોલેજ દ્વારા પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે ” શિક્ષક દિન ” ની ઉજવણી નિમિતે સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમ અંતર્ગત કોલેજનાં વિવિધ ડિપાર્ટમેન્ટસ બી.એસસી . , બી.સી.એ. , બી.એડ. , બી.કોમ . , બી.બી.એ. , એમ.એસસી . ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતાં પ્રાચીન રાસ , નૃત્ય , ગુજરાત લોકસાહિત્ય વગેરે કૃતિઓ રજૂ કરીને અનોખું વાતાવરણ ઊભું કર્યું હતું . કાર્યક્રમનું સંચાલન હેતા વાસવેલીયા , કુસુમ ગોસ્વામી તથા ખુશી દોશી દ્વારા કરવામાં આવ્યું હતું . સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા ટી . એન . રાવ કોલેજના શુભમભાઈ રાઠી , નિરજભાઈ ત્રિવેદીના નેતૃત્વ હેઠ હિના ટીલાવત , શ્રુતી જીવાણી , રામુ ખીંટ તથા રોટરેકટ કલબના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ હતી.
આ પ્રસંગે કોલેજના ટ્રસ્ટી ડો.નિદતભાઈ બારોટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે દરેક વિદ્યાર્થી એ ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે . દરેક વિધાર્થી પાસે કંઈકને કંઈક એવી આવડત છે જે તેમને અન્ય વિદ્યાર્થીઓથી અલગ કરે છે . કાર્યક્રમને અંતે આભારવિધિ આસીફખાન યુસુફભાઈ દ્વારા કરવામાં આવી છે .