મોબાઈલમાંથી લખનાર એક વિદ્યાર્થીને 1+4 અને વિષય બહાર લખાણ લખતા બે વિદ્યાર્થીઓને 1+4ની સજાઈ અપાઈ: અન્ય 44ને 1+1ની સજા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઈડીએસીની બેઠકમાં 47 માંથી 23 વિદ્યાર્થીઓ હાજર રહ્યાં જ્યારે 24 ગેરહાજર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગેરરીતિ આચરતા વિદ્યાર્થીઓને સજા માટે આજરોજ ઈડીએસીની બેઠક યોજાઈ હતી. જેમાં એક વિદ્યાર્થી વાઘેલા અક્ષય દિગવિજયગ્રામ કે જે જાન્યુઆરી 2021માં લેવાયેલી બી.કોમ સેમ-3ની રેગ્યુલર રીપીટરની પરીક્ષામાં ગેરવર્તણુકની સાથે પ્રિન્સીપાલ પર હુમલો કર્યો હતો અને ઉત્તરવહી ફાડી નાખવાની ગુસ્તાખી કરી હતી તેને આજે ઈડીએસીની બેઠકમાં આજીવન પરીક્ષા ન આપવાની સજા ફટકારી હતી. આ ઉપરાંત જામનગરમાં મોહમદ તાહીર ભાગડ મોબાઈલ સાથે પકડાયો હતો તેને 1+4ની સજા આપી હતી. આ ઉપરાંત બે વિદ્યાર્થી મોરી જીગર અને ચોપડા વિરુ વિષય બહારનું લખાણ લખતા તેને પણ 1+4ની સજા ફટકારવામાં આવી હતી.આ ઉપરાંત વાત કરવામાં આવે તો આજની ઈડીએસીની બેઠકમાં કુલ 47 વિદ્યાર્થીને બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી 23 વિદ્યાર્થી હાજર રહ્યાં હતા અને 24 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતા. જેમાં પ્રિન્સીપાલ પર હુમલો કરનાર બી.કોમ સેમ-3ના વિદ્યાર્થીને આજીવન પરીક્ષા ન આપી શકે તેની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે અન્ય ત્રણ વિદ્યાર્થી જે પૈકી એક વિદ્યાર્થી મોબાઈલમાંથી ચોરી કરતો ઝડપાયો હતો તેને 1+4 અને બીજા બે વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં અલગ અલગ લખાણ એટલે કે વિષય બહારનું લખાણ લખતા તેને પણ 1+4ની સજા ફટકારવામાં આવી હતી.

હાજર 23 વિદ્યાર્થી પૈકી તમામને 1+1ની સજા ફટકારવામાં આવી હતી. ત્યારે અન્ય 24 વિદ્યાર્થીઓ હાજર રહ્યાં ન હતા. તેમાંથી 20 વિદ્યાર્થીઓને જે ગેરરીતિ આચરતા હોય તેમને 1+1ની સજા ફટકારવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.