મંત્રી અરવિંદ રૈયાણી અને ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા દ્વારા ખાતમુહૂર્ત
રાજકોટ તાલુકાના ભુતનાથ મહાદેવ મંદિર પાસે સિમેન્ટ રોડનું ખાતમુહુર્ત મંત્રી અરવિંદ રૈયાણી અને ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા દ્વારા કરવામાં આવ્યું હતું. રાજકોટ તાલુકાના હલેન્ડા ગામના આગેવાન મનસુખભાઈ રોકડ તથા સભ્યોને મંત્રી અરવિંદભાઈ રૈયાણી તથા ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા તથા આગેવાનો દ્વારા તેમને ખેસ પેહરાવીને ભાજપમાં જોડાયા હતા. રાજકોટ તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી ભૂતનાથ મહાદેવ મંદિર પાસે સિમેન્ટ રોડનુ ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. મંત્રી અરવિંદભાઈ રૈયાણી, મહંતશ્રી વષ્ટિનાથબાપુ, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ઘોઘુભા જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રકાશભાઇ કાકડીયા, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઇ નસિત, તાલુકા પંચાયત ચેરમેન ચેતનભાઇ પાણ, જીલ્લા પંચાયતના ચેરમેન રાજેશભાઇ ચાવડા, નિલેશભાઇ પીપળીયા, વનરાજભાઇ ગરૈયા, રામભાઈ જળુ, કિશાન મોરચા પ્રમુખ કમલેશભાઈ રોકડ, સંજયભાઈ ખુંટ, તથા ભુતનાથ યુવક મંડળ તથા હલેન્ડા ગામના કોંગ્રેસના આગેવાન મનસુખભાઈ રોકડ અને તેમની ટીમના સભ્યો ભાજપમાં પ્રવેશ કર્યો અને મંત્રી અરવિંદભાઈ રૈયાણી તથા ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા તથા આગેવાનો દ્વારા તેમને ખેસ પેહરાવીને ભાજપમાં જોડાયા હતા.