સોડા બોટલના છુટા ઘા કરી આતંક મચાવ્યો:
બે ને ઈજા પોહચતા હોસ્પિટલમાં ખસેડાયા
સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં પોલીસમાં દોડધામ
રાજકોટમાં આવારા તત્વોને જાણે પોલીસનો ડર રહ્યો જ ન હોય તેમ મારામારીના અનેક બનાવો બની રહ્યા છે. ત્યારે ગઈકાલ મોડી રાતે વધુ એક મારામારીની ઘટના સામે આવી છે. જેમાં શાસ્ત્રી મેદાન નજીક આવેલ ગેલેક્સી હોટલ નીચે આવેલી મોમાઈ ચાની હોટલમાં રીક્ષા ચાલક સહિત ત્રણ શખ્સોએ ચાનાપૈસા આપવા બાબતે હોટલ માલિક સાથે બબાલ કરી સોડાની બોટલોના તેના પર ઘા કરતા બે લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા જ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. જ્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ આરોપીઓને પકડવા ઉંધે માથે લાગી છે.
આ બનાવ અંગેની પોલીસમાથી માહિતી અનુસાર શ્રીરામ સોસાયટીમાં રહેતા કાનાભાઈ નથુભાઈ સસરા એ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલ મોડી રાત્રિના તે તેની સાસરી મેદાન નજીક આવેલ મોમાઈ હોટલ પર હતા ત્યારે જીજે ૦૩ બિયુ ૮૮૦૭ નંબરની ઓટો રિક્ષામાં દર્શન કાપડી (બાવાજી) અને તેની સાથેના બે અજાણ્યા શખ્સો તેની હોટલે ચા પીવા માટે આવ્યા હતા. ચા પીધા બાદ તેઓ પાસેથી ચા ના પૈસા માંગતા તેઓએ બોલાચાલી કરી ત્યાંથી પૈસા આપ્યા વગર નાસી ગયા હતા. જેથી કાનાભાઈ સુસરા તેની પાછળ ગયા હતા અને ત્રિકોણબાગ પાસે તેઓને રોકી તેમની પાસે ચા ના પૈસા બાબતે વાતચીત કરી હતી ત્યારે તેઓ ત્યાંથી નાસી ગયા હતા.
બાદ કાનાભાઈ સુસરા રાત્રીના પોતાની હોટલે હતા ત્યારે ત્યાં દર્શન કાપડી તેની સાથેના બે જણા શખ્સો સાથે આવી તેની હોટલ ઉપર સોડા બોટલોનો ઘા કર્યો હતો જેમાં કાનાભાઈ ને માથાના ભાગમાં ઈજા પહોંચી હતી બોટલોનો ઘા કરી ત્રણેય શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ એક કલાક બાદ ફરી ત્રણેય શકશો તે આવી તેમની હોટલ ઉપર સોડા બાટલીઓનો ઘા કર્યો હતો જેમાં બાજુમાં આવેલા જોકર ગાંઠિયામાં કામ કરતા એક યુવાનને ઈજા પહોંચી હતી. બનાવની જાણ એ ડિવિઝન પોલીસને થતા પોલીસે દર્શન કાપડી (બાવાજી) અને તેની સાથેના બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. જ્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હાલ પોલીસ આરોપીઓને પકડવા તજવીજ હાથધરી છે.