૨૦૧૪ પહેલા દેશમાં સેનિટેશન માટેનું કવરેજ ૩૫ ટકા હતું જે આજે ૯૫ ટકાએ પહોંચી ગયું છે.
રાજકોટે ધારાસભ્ય બનાવ્યા બાદ મુખ્યમંત્રી બન્યા અને હવે વડાપ્રધાન પણ બન્યા છે. રાજકોટે મોદી માટે તાળુ ખોલ્યાની વાત સાચી છે. રાજકોટમાં સ્વચ્છતા માટે મોદીએ કંઈક કરવું જોઈએ તેવી વાતો થઈ રહી છે. વાસ્તવમાં સ્વચ્છતા એ માત્ર સરકારનું કામ નથી પરંતુ તેના માટે લોકોએ પણ સાથે જોડાવવું જોઈએ. રાજકોટને દેશનું નંબર વન સ્વચ્છ શહેર બનાવવાની જવાબદારી રાજકોટવાસીઓની છે. ગંદકીને રોકતો દરેક નાનો ભુલકો મારી સ્વચ્છતા અભિયાનનો બ્રાન્ડ એમ્બેસેડર છે.
રાજકોટમાં ગઈકાલે ગાંધી મ્યુઝીયમ સહિતના અલગ-અલગ પ્રોજેકટોના લોકાર્પણ માટે આવેલા વડાપ્રધાને જાહેરસભામાં જણાવ્યું હતું કે, રાજકોટવાસીઓએ ખરેખર એવું નકકી કરવું જોઈએ કે અમે રાજકોટને ગંદુ નહીં થવા દઈએ. આ માટે પોતાના શહેર, પોતાના એરીયા, પોતાની ગલી અને પોતાના ઘરમાં સફાઈ અભિયાનની શરૂઆત કરવી જોઈએ. તેઓએ ઉમેર્યું હતું કે, આગામી ૨જી ઓકટોબરે અમે દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વચ્છતા અંગેનો સેમીનાર યોજવા જઈ રહ્યા છીએ. મારા માટે સ્વચ્છતા સૌથી મોટું કામ છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એવું કહેતા હતા કે જો મને સ્વચ્છતા અને આઝાદી બે માંથી કોઈ એક વસ્તુ પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે તો હું ચોકકસપણે સ્વચ્છતાને જ પસંદ કરીશ. વર્ષ ૨૦૧૪ પહેલા દેશમાં સેનીટેશન માટે ૩૫ ટકા જ કવરેજ હતું આજે ૪ વર્ષમાં આ કવરેજ ૯૫ ટકાએ પહોંચી ગયું છે. રાજકોટને દેશનું નંબર વન શહેર બનાવવાની જવાબદારી ખુદ રાજકોટવાસીઓએ જ ઉપાડવી જોઈએ.
ગંદકી રોકનાર ભુલકાઓ મારા સફાઈ અભિયાનના સાચા બ્રાન્ડ એમ્બેસેડર
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને અતિપ્રિય એવી સ્વચ્છતા માટે દેશમાં કયારેય અભિયાન ઉપાડવામાં આવ્યું ન હતું જયારથી કેન્દ્ર સરકારે અભિયાન શરૂ કયુર્ં છે ત્યારથી લોકોના મનમાં પણ સ્વચ્છતા અંગે જાગૃતિ આવી છે. ઘરમાં નાનુ બાળક જયારે દાદા કચરો જયા-ત્યાં ફેકે ત્યારે એવી ટકોર કરે છે કે ડસ્ટબીનમાં કચરો નાખવાનું મોદી દાદાએ કહ્યું છે તો કચરો જયાં-ત્યાં શું કામ ફેંકો છો ? વાસ્તવમાં ગંદકી રોકનાર ભુલકાઓ મારા સફાઈ અભિયાનના સાચા એમ્બેસેડર છે. સ્વચ્છતા અભિયાનને હજી વધુ વેગવંતુ બનાવવામાં આવશે.