- પીએમ મોદીના 19મીના કાર્યક્રમની રૂપરેખા તૈયાર: વડાપ્રધાન એરપોર્ટથી રોડ શો કરીને રેસકોર્સ પહોંચશે, ત્યાં સભા સંબોધન અને લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે, પછી શાસ્ત્રી મેદાન ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે
- રોડ શોના આયોજન માટે કલેકટર કચેરી ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓની બેઠક મળી
પીએમ મોદીના 19મીના કાર્યક્રમની રૂપરેખા તૈયાર થઈ ગઈ છે. વડાપ્રધાન એરપોર્ટથી રોડ શો કરીને રેસકોર્સ પહોંચશે, ત્યાં સભા સંબોધન અને લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે, પછી શાસ્ત્રી મેદાન ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે.
રાજકોટમાં 19મી ઑક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે, ત્યારે તેમના અદકેરા સ્વાગતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન વડાપ્રધાનનો એરપોર્ટથી રેસકોર્સ સભાસ્થળ સુધી રોડ શો પણ થશે.
આ રોડ શોના આયોજન અર્થે આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મેયર પ્રદીપભાઈ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર ભાઈ પટેલ, જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પી.જી.વી.સી.એલ.ના મેનેજિંગ ડાયરેક્ટર વરુણ કુમાર બરનવાલ, અધિકારી અજય દહિયા, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર વગેરે હાજર રહ્યા હતા.