રાજકોટના લોધિકા નજીક એક ઘટના સામે આવી. તાલુકાના અભેપર ગામની સીમમાં ગત વર્ષે સૌની યોજનાની પાઇપલાઇન નંખાઈ હતી. જેમાં પાઇપલાઇન જમીનથી ૧૫ ફૂટ જેટલી બહાર જોવા મળી રહી છે.
આટલી મોટી પાઇપલાઇન જમીનમાંથી બહાર આવતા ગામના ખેડૂતોમાં પણ કુતુહલ જોવા મળી રહ્યું છે. પાઇપલાઇન બહાર આવી જવા મામલે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, તેવું જાણવામાં આવ્યું છે