પાડોશીની દુકાનનું બોર્ડ તોડી ત્રણ શખ્સોએ મારી નાખવાની ધમકી આપી : નોંધાતો ગુનો

શહેરમાં શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળીઓએ તેમ અનેક મારામારીના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક વાર મારી નો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે જેમાં ન્યુ જાગનાથ પ્લોટમાં રહેતાં વૃધ્ધ ગઇકાલે અમેરિકા થી પરત રાજકોટ આવી પોતાની યાજ્ઞિક રોડ પર આવેલી અને કેટલાક વર્ષથી બંધ પડેલી દુકાને

આટો મારવા ગયા ત્યારે દૂકાનનું બોર્ડ જોવા ન મળતાં બીજુ બોર્ડ લાગેલુ દેખાતાં બાજુની દૂકાનવાળા વેપારીને તે બાબતે પૂછ્યું હતું ત્યારે તે વેપારીએ ઉસકેરાઈને તેને કહ્યું હતું કે ’જીવતું રહેવું હોઈ તો દુકાન ભૂલી જજે ’ તેમ કહી તેને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવી જાણ પોલીસને થતા પોલીસ ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

બનાવની પ્રાપ્ત માહિતી મુજબ 20-ન્યુ જાગનાથ પ્લોટ માં રહેતા કેતનભાઇ દેવીદાસભાઇ ગણાત્રા (ઉ.વ.60) એ નાઈઝ એન્ડ ન્યુ નામે રેડીમેઇડ કપડાની દૂકાન ધરાવતાં કલ્પેશ પટેલ, હેમત પટેલ અને એક અજાણ્યા શખ્સ સામે પ્રણનગર પોલીસમાં ગુનો નોંધાવ્યો છે તેમાં તેને જણાવ્યું હતું કે,તે તેમના પત્નિ લીનાબેન સાથે રહે છે.અને નિવૃત જીવન જીવુ છું. હું છેલ્લા ચાર મહિનાથી અમેરિકાના ફલોરીડામાં રહેતાં મારા મોટાભાઇ વિજયભાઇ કે જે ડોક્ટર છે તેમને ત્યાં આટો મારવા ગયો હતો. મંગળવારે રાજકોટ બપોરે બે વાગ્યે જાગનાથ પ્લોટમાં મારા ઘરે આવ્યો હતો.

ત્યારે મારે ડો. યાજ્ઞિક રોડ પર શ્રીરામકૃષ્ણ આશ્રમ સામે અંબીકા ઇલેક્ટ્રોનિક નામે ઓડિયો કેસેટની દૂકાન છે તે થોડા વર્ષોથી બંધ પડી છે. સાંજે સાડા આઠેક વાગ્યે હું મારા ઘરેથી દૂકાને આટો મારવા ગયો ત્યારે દૂકાનનું ઉપરનું અંબિકા ઇલેક્ટ્રોનિક નામનું બોર્ડ જોવા મળ્યું નહોતું. જેથી મેં બાજુની દૂકાનવાળા કલ્પેશ પટેલને પુછતાં તેણે કહેલું કે-અમે તમારું બોર્ડ તોડી નાંખ્યું છે, તું અહિ કેમ આવ્યો છે? તેમ કહી ઝઘડો ચાલુ કર્યો હતો.

ત્યારે તેનો ભાઇ હેમત પટેલ અને બીજો એક અજાણ્યો શખ્સ પણ આવી ગયા હતાં અને મારી સાથે ઝઘડો કરી ગાળો દેવા માંડયા હતાં. જેમાં તેમને ગંભીર રીતે ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસે તેમની ફરિયાદ પરથી સામે ગુનો નોંધી તેમની શોધ હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.