રાજકોટ: શહેરના વિકાસ માટે તંત્ર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. પરંતુ એવુ લાગી રહ્યું છે, રાજકોટ વાસીઓ માટે ખર્ચ કરાયેલા કરોડો રૂપિયા પાણીમાં ? ત્યારે વરસાદ આવે તે પહેલા જ નવનિર્મિત આમ્રપાલી ફાટકના બ્રિજમાં આજે પાણી ભરાઈ ગયું હતું. જોકે, વરસાદ પહેલા આ સ્થિતિ ચોમાસામાં બ્રિજની શું હાલત થશે તેવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
શહેરની મધ્યમાંથી પસાર થતી રેલવે લાઈન ઉપર આવતા ફાટકો ઉપર ભારે ટ્રાફિક સર્જાતો હતા. તેથી આમ્રપાલી ફાટક અને લક્ષ્મીનગર નાળા ખાતે અંડરબ્રિજ બનાવવાની શરુઆત કરવામાં આવી હતી. આ નવનિર્મિત અને થોડા સમય પહેલા જ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંડરબ્રિજમાં પાણી ભરાવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. બ્રિજમાં પાણીની સેન્સરવાળી મોટર મૂકવામાં આવી હોવાથી પાણી ભરાશે નહીં. પરંતુ બ્રિજમાં પાણી ભરાતા તંત્રનો દાવો પોકળ સાબિત થયો છે. હાલ બ્રિજમાં પાણી બંધ કરવા સાઈડ ની દીવાલો માં કેમિકલ ભરી ભરી બંધ કર્યું હતું પરંતુ પાણી તેનો રસ્તો શોધી જ લેશે.