બનાવમાં વિવાદસ્પદ ભૂમિકા ભજવનાર તત્કાલીન પી.આઇ. એમ.આર. ગોઢાણીયા સામે તપાસના આદેશ
હત્યાની કોશિષના ગુનામાં દંપતિ સહિત સાતનો છુટકારો: જમીનની તકરારમાં પટેલ અને આહિર જુથ વચ્ચે સામ સામા ગુના નોંધાયા’તા
શહેરના પોપટપરા વિસ્તારમાં સ્કોપિયો કાર અથડાયા જેવી નજીવી બાબતે હત્યાની કોશિષ અને મારામારીના ગુનાનો કેસ સેસન્સ કોર્ટમાં ચાલી જતા ન્યાયધીશે પટેલ દંપતિ સહીત આઠ શખ્સોને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કરી સાથે સાથે પટેલ પરિવારોને ખોટી રીતે ફીટ કરવામાં શંકાસ્પદ ભૂમિકામાં પ્ર.નગર પોલીસ મથકના પી.આઇ. ગોઢાણીયા ક્રિમીનલ અને ખાતાકીય તપાસના આદેશ કરી તેનો રિપોર્ટ રાજયના પોલીસ વડા અને ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજનો સોંપવા હુકમ કર્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ પોપટપરામાં રહેતા ભરત કુંગસીયાને પ્રવિણ છગન પટેલ સાથે જમીન તકરાર ચાલતી હતી જેમાં ભરત કુંગસીયાની સ્કોપિયો કાર અથડાવા જેવી નજીવી બાબતે નિલેશ સવજી કાકડીયા, સવજી રવજી કાકડીયા અને રંજનબેન નિલેશ કાકડીયા સહીત આઠ શખ્સોએ હથિયારમાંથી ફાયરીંગ કરી તલવાર ધોકા અને પાઇપનો હુમલો કર્યાની પ્ર.નગર પોલીસ મથકના સ્ટાફે હત્યાની કોશિષનો ગુનો નોંધીયો હતો.
આ બનાવની તપાસ પૂર્ણ થતાં આદતલમાં તપાસનીશ એમ.આર. ગોઢાણીયાએ અદાલતમાં ચાર્જશીટ રજુ કરી હતી. બાદ કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા જેમાં બન્ને પક્ષોની રજુઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં લેખીત મૌખિક દલીલમાં બન્ને પક્ષે ચાલતી માથાકુટમાં સામ સામી ફરીયાદ નોંધવામાં આવી હતી. જેમાં તપાસનીશ દ્વારા જે બનાવ પ્રથમ બન્યો તેની ફરીયાદ પાછળથી ફરીયાદ લીધી અને જે બનાવ પછી બનેલો તેની ફરીયાદ પ્રથમ લેવામાં આવી તેમજ બન્ને ફરીયાદની તપાસ પી.આઇ. એમ.આર. ગોઢાણીયા કરતા હતા. તેમજ બનાવ વાળી જગ્યા અલગ અલગ છે બનાવ સ્થળેથી કાટીૃસ મળી આવેલ નથી તેમજ એફ.એસ.એલ. અધિકારીને કોઇ પુરાવો મળેલ નથી અને સાહેદોની જુબાની તેમજ ફરીયાદ પક્ષ બનાવને પુરવાર કરવામાં નિષ્ફળ ગયા બચાવ પક્ષની દલીલો ઘ્યાને લઇ અદાલતે પુરાવાના અભાવે કાકડીયા પરિવારને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.
અદાલતે સાથે સાથે અદાલતે તપાસ કરના પી.આઇ. ગોઢાણીયાની ફરીયાદની તપાસ કરવાની રીતી નીતીથી નારાજગી વ્યકત કરતા જણાવેલું છે.
અદાલતે એવું પણ નોઘ્યું છે કે મેડીકલ પેપર વંચાણે લેતા હોસ્પિટલે ભરત કુંગશીયા અને પી.આઇ. ગોઢાણીયાની હાજરી હોવાની હકીકત એમ.એલ.સી. સર્ટીફીકેટ વંચાણે લેતા સ્પષ્ટ રીતે જણાઇ આવે છે. અદાલતે આ પી.આઇ. ગોઢાણીયાએ આરોપીઓને ગુનામાં સંડોવા માટે ખોટા પુરાવા ઉભા કરી તેમને બીનજરુરી રીતે હેરાન પરેશાન કરવામાં આવેલા છે. આ ગુન્હાની તપાસમાં ગોઢાણીયાએ ભજવેલી વિવાદાસ્પદ ભુમિકા તેની ક્રિમીનલ અને ખાતાકીય જવાબદારી નકકી કરવા અને પગલા અને જે પગલા લીધેલ હોય તેનો રીપોર્ટ દિવસ-60 માં અદાલતને આપવા રાજયના પોલીસ વડાને આદેશ કરેલ છે. અને તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છુટકારો ફરમાવેલો છે. આરોપીઓ નિલેશ સવજીભાઇ કાકડીયા વિગેરે તરફે રાજકોટના ધારાશાસ્ત્રી અર્જુન પટેલ, મુકેશ કેશરીયા, મુકેશ ગોંડલીયા, સત્યજીત ભટ્ટી, જવલંત પરસાણા, જીગર નસીત અને મહેન ગોંડલીયા રોકાયેલા હતા.