રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી રહી હોય તેમ અનેક મારામારીના બનાવો બનવા પામ્યા છે. ત્યારે ગઇકાલે વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં કાલાવડ રોડ પર રહેતા વૃધ્ધે એક ક્ધટ્રક્શન કંપની પર આર.ટી.આઇ કરી હતી. જે બાબતનો ખાર રાખી ત્રણ શખ્સોએ ધોકા-પાઇપ વડે મારમારતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ પોલીસને થતા પોલીસે ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
વિગતો મુજબ કાલાવડ રોડ પર રહેતા ભાર્ગવભાઇ બમરોલીયા દ્વારા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં તેને આરોપીમાં પીન્ટુ રણજીત પરમારનું નામ આપ્યુ હતું. જેમાં તેને જણાવ્યું હતું કે તેના પિતા જગદીશભાઇ બામરોલીયા દ્વારા કે.એસ.ડી. ક્ધટ્રક્શન કંપની પર આર.ટી.આઇ. કરવામાં આવી હતી.
જે બાબતનો ખાર રાખી પીન્ટુ પરમાર અને તેની સાથેના બે અજાણ્યા શખ્સો દ્વારા 150 ફૂટ રીંગ રોડ પર ધોકા-પાઇપ વડે હુમલો કરી માર-મારતા તેમને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે તાલુકા પોલીસે પિન્ટુ રણજીત પરમાર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.