ગણેશ મહોત્સવ દરમિયાન રાજકોટ શહેરના યાગ્નિક રોડ પર આવેલા સર્વેશ્વર ચોકમાં વોકળા પરનો સ્લેબ ધરાશાયી થવાની ઘટનામાં એક વ્યક્તિનો મોત નીપજ્યું હતો જ્યારે 25 વ્યક્તિઓને ઇજા હવા પામી હતી. આ ઘટનાનું જાણે આજે પુનરાવર્તન થયું હોય તેવું લાગી રહ્યું છે. જ્યુબિલી માર્કેટ પાસે જૂની લોટરી બજારમાં વોકળા પરના બિલ્ડીંગની એક દુકાનનું તળિયું આજે બપોરે બેસી જતા ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. કોર્પોરેશનના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. વોકળા પર ખડકાયેલા બિલ્ડીંગનું બાંધકામ વર્ષો જૂનું હોવાના કારણે નબળું પડ્યો હોવાની પણ દહેશત વર્તાય રહી છે.
રાજકોટ કોર્પોરેશનના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા વોકળા પરનું વર્ષો જૂનો બાંધકામ નબળું પડ્યાની દહેશત:તમામ દુકાનો ખાલી કારવાય
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે બપોરે શહેરના જ્યુબિલી શાક માર્કેટ પાસે આવેલી જૂની લોટરી બજારમાં કોર્પોરેશન દ્વારા વર્ષો પહેલા બનાવવામાં આવેલા શોપિંગ સેન્ટરની એક દુકાનના તળિયાના અમુક ભાગ બેસી જતા વોકળા પરની દુકાનનો સ્લેબ નબળો પડ્યો હોવાથી લોકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો ડરના માર્યા દુકાનદારો દુકાનની બહાર નીકળી ગયા હતા.કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીના સીટી એન્જિનિયર એચ.એમ.કોટક અને ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.અહીં 100થી વધુ દુકાનો આવેલી છે જે પૈકી અમુક દુકાનો વોકળા પર આવેલી છે.માત્ર
એક દુકાનની ચાર થી પાંચ લાદી જમીનમાં બેસી ગઈ હતી.અધિકારીઓ એવી પણ શક્યતા વ્યક્ત કરી રહ્યા છે કે વોકળા પર વર્ષ પહેલાં દુકાનો બનાવવામાં આવી હતી બાંધકામ ખૂબ જૂનું હોવાના કારણે પાયા નબળા પડી ગયા હોવાના કારણે આ ઘટના બની હોવાની સંભાવના છે. વોકળા પરનો સ્લેબ નબળો પડ્યો છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે. આજે માત્ર એક જ દુકાન નું તળિયું બેસી ગયું હતું. અન્ય કોઈ દુકાનના બાંધકામને નુકસાની થવા પામી નથી.આ ઘટનામાં કોઈ જાન માલની હાનિ થઈ નથી. તકેદારીના ભાગરૂપે તમામ દુકાનદારોને બહાર કાઢવામાં આવ્યા છે. બિલ્ડીંગના બાંધકામની મજબૂતાઈ ચકાસવામાં આવે તેવી પણ સંભાવના જણાય રહી છે.