- તાવની બીમારી સાથે સારવારમાં આવેલા ગોંડલના બાળકને આંચકી ઉપડતા દાઝી જતાં મોત થયાનું માતા-પિતાનું રટણ
- પેનલ તબીબ દ્વારા પોસ્ટ મોર્ટમ કરી તબીબ સામે પગલા લેવાની મૃતકના પરિવારની માંગ કરી
રાજકોટ ન્યૂઝ : રાજકોટની જનાના હોસ્પિટલની બેદરકારીથી માસુમ બાળકનું મોત નિપજયાનું મૃતકના માતા-પિતાએ આક્ષેપ કરતા જનાના હોસ્પિટલ વિવાદ થમવાનું નામ લેતું નથી. ગોંડલ શહેરમાં વસતા પરિવારના ત્રણ માસના બાળકને પ્રાથમિક સારવાર લઇ વધુ સારવાર માટે રાજકોટની જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં સારવાર દરમિયાન બાળકોને આંચકી ઉપડતા વધુ સારવાર માટે લેતા ત્યારે બાળકી દાઝી જતા મોત નિપજયું હતું. પરિવારજનોએ તબીબની બેદરકારી થી મોત થયાનું અને તપાસની માંગ કરી છે.
વધુ વિગત મુજબ ગોંડલ શહેરમાં રહેતા એઝાઝ કાથરોટીયાના ઇમરાન નામના ત્રણ માસના માસુમ બાળકને તાવ આવતો હોવાથી ગોંડલ ખાતે પ્રાથમિક સારવાર લઇ વધુ સારવાર અર્થે રાજકોટની જનાના હોસ્પિટલ ખાતે આજે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જયાં સારવાર દરમિયાન બાળકને આંચકી ઉપડતા બાળકને ઓકસીઝન આપવાનું કી બાળકને ધનિષ્ઠ સારવારમાં લઇ ગયા હતા. સારવાર દરમ્યિાન બાળકે દમ તોડયો હતો. બાદ પરિવારજનોને બાળકના મોત અંગેની જાણ કરતાં વાલીએ તબીબની બેરદકારીના કારણે માસુમનું મોત નિપજયાનો આક્ષેપ કર્યો હતો. અને બાળકના મોતની પેનલ તબીબ દ્વારા પોસ્ટ મોર્ટમની માંગ કરી હતી. કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે.