લોકસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. પરિણામે 10 લાખ કે 1 કિલો સોનાની ગેરકાયદેસર હેરફેર પર આવકવેરાની બાજ નજર છે. ચૂંટણીની આચારસંહિતાની અસર બજારમાં દેખાવાની શરૂ થઈ ગઈ છે. આચારસંહિતા લાગુ પડતાની સાથે જ સોનીબજારમાં સોંપો પડી ગયો છે.
રાજકોટ એ સોના ચાંદીનું હબ ગણાય છે. અહીં સામાન્ય વ્યક્તિથી લઈને સેલીબ્રિટીના સોના ચાંદીના ઘરેણા, ટ્રોફી વગેરે બને છે. એકલા માત્ર રાજકોટની સોની બજારનું દૈનિક ટર્ન ઓવર રૂ.30 કરોડથી વધારે છે .અહીં રોજ 100 કિલો ગ્રામ સોનું રાજકોટની માર્કેટમાં આવે છે. જેમાંથી સોના ચાંદીના દાગીના અને ઝવેરાત બનીને તે મોકલવામાં આવે છે.
જ્યારથી આચારસંહિતા લાગુ પડી છે ત્યારથી રોજનું રૂ.10 કરોડનું ટર્ન ઓવર ઘટી ગયું છે. વેપારીઓ કોઈ જાતનું સાહસ લેવા માંગતા નથી. આવકવેરાની ઝપટમાં ના ચડી જવાય એ માટે વેપારીઓ ઘંધો જતો કરવા માટે તૈયાર છે પણ સાહસ લેવા તૈયાર નથી.