ઇમેમો આપવા બાબતે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું

અમદાવાદ બાદ રાજકોટમાં મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા પણ જાહેરાત કરવામા આવી છે કે જાહેર સ્થળોએ ગંદકી કરનાર અને રોડ રસ્તા પર બાઈક કે કાર ચલાવતા સમયે પાનની પિચકારી કે ગંદકી કરનારને ઈ મેમો દ્વારા દંડીત કરવામાં આવશે.

જે અંતર્ગત જાહેરમાં પાનની પિચકારી મારનારે ઇમેમો આપવા બાબતે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જાહેરમાં થુંકનારને પ્રથમ 250 રૂપિયા, બીજીવાર માટે રૂપિયા 500, ત્રીજીવાર માટે રૂપિયા 750 અને ત્યારબાદ મનપાના અધિકારી રૂબરૂ જઈને રૂપિયા 1 હજારનો દંડ ફટકાશે. આ સાથે જ વાહન પણ ડિટેન કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.