ઉપપ્રમુખમાં ઈન્દ્રસિંહ ઝાલા, સેક્રેટરીમાં જયેશ બોઘરા, મનોજ તંતી સહિત હોદામાં વધુ ૮ અને કારોબારીમાં વધુ ૧૦ ફોર્મ ભરાયા
સિનિયરો ચૂંટણીથી દુર કે પડદા પાછળ કે નારાજગી ! : તા.૧૦મીએ ચિત્ર સ્પષ્ટ થશે
બાર એસોસીએશનની ચુંટણીનાં ઉમેદવારી નોંધાવવાના બીજા દિવસે વર્તમાન પ્રમુખ બકુલ રાજાણી અને પૂર્વ ઉપપ્રમુખ ભરત બોઘરા સહિત આઠ એડવોકેટોએ હોદેદારોમાં અને યુવા એડવોકેટ ધવલ પ્રાણલાલ મહેતા સહિત ૧૦ વકિલોએ કારોબારી સભ્યમાં ઝંપલાવી નશીબ અજમાવી રહ્યાં છે.
વધુ વિગત મુજબ રાજકોટ સહિત રાજયનાં તમામ બારની વન બાર વન વોટ મુજબ આગામી તા.૨૧ ડિસેમ્બરનાં રોજ યોજાનાર ચુંટણીનાં ફોર્મ ભરવાના બીજા દિવસે ઉમેદવારી નોંધાવવામાં રાફડો ફાટયો છે. ફોર્મ ભરવાના બીજા દિવસે પૂર્વ પ્રમુખ પિયુષ શાહ સામે વર્તમાન પ્રમુખ બકુલ રાજાણી, ઉપપ્રમુખમાં યુવા એડવોકેટ ઈન્દ્રસિંહ ઝાલા, સેક્રેટરીમાં પૂર્વ ઉપપ્રમુખ જયેશ બોઘરા, મનોજ તંત્રી, જોઈન્ટ સેક્રેટરીમાં સંજય જોષી, લાયબ્રેરી સેક્રેટરીમાં સંદિપ વેકરીયા અને નિરવ પંડયા તેમજ ટ્રેઝરરમાં ડી.બી.બગડા અને જયેશ બુચે પોતાના એડવોકેટ મિત્રો સાથે ફોર્મ રજુ કર્યા હતા. જયારે કારોબારીની મહિલા સહિત ૧૦ જગ્યા માટે ફોર્મ ભરવાના પ્રથમ દિવસે મહિલા સહિત પાંચ ફોર્મ રજુ થયા હતા અને આજે વધુ ૧૦ ફોર્મ ભરાયા છે. જેમાં બાર એસોસીએશનનાં મળતાવડા સ્વભાવમાં અને કાયદાના નિષ્ણાંત યુવા એડવોકેટ તેમજ સિનિયર એડવોકેટ પ્રાણલાલ મહેતાનાં પુત્ર ધવલભાઈ મહેતા, કેતન મંડ, અજય પીપળીયા, ગૌતમ રાજયગુરુ, રવિ વાઘેલા, વિજય રૈયાણી, પંકજ દોંગા, કેતન વાલવા, રાજેશ ચાવડા, પિયુષ સખીયા અને હેમલ ગોહેલ સહિત એડવોકેટોએ નશીબ અજમાવ્યું છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તા.૯ જાન્યુઆરી અને બાદમાં તા.૧૦ જાન્યુઆરીએ આખરી ચિત્ર સ્પષ્ટ થશે. વર્તમાન પ્રમુખ બકુલ રાજાણી અગાઉ ૨૦૧૮ વર્ષમાં ઉપપ્રમુખ તરીકે કાર્યરત હતા તેઓએ પોતાના પ્રમુખ અને ઉપપ્રમુખનાં કાર્યકાળ દરમિયાન વકીલોની વહારે આવ્યા તેમજ વિરોધીઓને કામ આવ્યા તેવા આઝાદ શત્રુને જાગતા રાજી અને ૧૦૮નું જેમને બિરુદ આપવામાં આવ્યું છે. બકુલ રાજાણી વધુ એક વખત પ્રમુખમાં ઉમેદવારી નોંધાવતી વેળાએ શ્યામલભાઈ સોનપાલ, સિઘ્ધરાજસિંહ જાડેજા સહિતનાં અનેક સિનિયર-જુનિયર એડવોકેટ તેમજ વિવિધ બારનાં એડવોકેટો ઉપસ્થિત રહ્યા હતા.