સાંસદ રામભાઇ મોકરીયા,બેંક ડિરેક્ટર્સની હાજરીમાં યોજાયો કાર્યક્રમ

ધ કોસ્મોસ કો ઓપરેટીવ બેંક લી છેલ્લા 117 વર્ષથી આધુનિક બેન્કિંગ સુવિધાઓ અને નવીન કાર્ય પ્રણાલીઓથી સજ્જ એવી ધ કોસ્મોસ કો ઓપરેટીવ બેંક લી ભારતના 7 રાજ્યોમાં 152 શખાઓ સાથે વિશાળ કાર્ય ક્ષેત્ર ધરાવે છે. રૂપિયા 28,487/- કરોડના વ્યાપાર સાથે સહકાર ક્ષેત્રે ભારતની બીજા નંબર ની મલ્ટી સ્ટેટ શેડયુલ્ડ કો.ઓ.બેન્ક તેના ગ્રાહકો અને સભાસદોની સેવામાં અવિરત પણે કાર્યરત છે.

ગુજરાત રાજ્યમાં કો.ઓ.બેન્ક ઓફ અમદાવાદ સહીત અન્ય 6 બેંકોના મર્જર અને વિલીનીકરણ કરી થાપણદારોનું હિત સાચવી આજરોજ રૂપિયા 4807 કરોડના વ્યાપાર સાથે 28 બ્રાન્ચો દ્વારા ગુજરાતની પ્રથમ નંબરની મલ્ટી સ્ટેટ શેડયુલ્ડ કો.ઓ.બેન્ક તરીકે કાર્યરત છે. લગભગ રૂપિયા 236 કરોડના વ્યાપાર સાથે વર્ષ 2007 થી તમામ રાજકોટ વાસીઓની સેવામાં સદા અગ્રેસર એવી ધ કોસ્મોસ કો.ઓ.બેન્ક લી રાજકોટ શાખા તારીખ 19 નવેમ્બરના રોજ તેના નવા સ્થળે સંપૂર્ણ રીતે કાર્યરત થયેલ છે. આ પ્રસંગે બેન્કના વાઇસ ચેરમેન સચિન આપ્ટે તથા એમ ડી ટિપ્સેબેન તથા અન્ય બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સભ્યો સાથે પૂજા કાર્ય પૂર્ણ કરી ઉજવણી કરી હતી. આ બ્રાન્ચનું અનાવરણ રાજકોટના રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રાહકો સાથે બોર્ડ ઓફ ડિરેકટરો સાથે બેન્કની સેવાઓને લઇને સીધો સંવાદ યોજાયો હતો અને બેંક હંમેશા ગ્રાહકોના સહકારમાં ઉભી રહી છે અને ભવિષ્યમાં પણ ઉભી રહેશે એવો વિશ્ર્વાસ બોર્ડ ઓફ ડિરેક્ટરોએ અપાવ્યો હતો. આ પ્રસંગે અહમદાવાદ્ જોનલ ઓફિસથી ડીજીએમ જગદીશભાઇ ચાવડા અને એજીએમ ચાર્મીબેન મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ બ્રાન્ચ મેનેજર પરેશભાઇ સચદેવ તેમજ તમામ સ્ટાફ મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમ ભવ્યતાથી સફળ બનાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.