હાલ 18 વર્ષથી ઉપરના તમામ માટે વેકસીનેશન અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે આરોગ્ય કેન્દ કે વેકસીનેશન સેન્ટર બહાર લાઇનો લાગતી હોવાથી ટોકન વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં આજરોજ મેયર ડો. પ્રદિપ ડવએ મવડી આરોગ્ય કેન્દ્ર, આંબેકટરનગર આરોગ્ય કેન્દ્ર, નારાગણનગરની મુલાકાત લીધી હતી.
કોરોનાની વેકસીન લેવા માટે રાજકોટવાસીઓ વ્હેલી સવારથી આરોગ્ય કેન્દ્ર કે વેકસીનેશન સેન્ટરની બહાર કલાકો સુધી ઉભા રહી જાય છે. ત્યારે ડે. મેયર ડો. દર્શીતા શાહે શહેરીજનોને અનુરોધ કરતા જણાવ્યુ છે કે, વેકસીન માટે ખોટા હેરાન ના થાવ કોર્પોરેશન દ્રારા ટોકન વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં બધાનો વારો આવી જશે. જે લોકોએ પ્રથમ ડોઝ લીધો હોય તેઓએ 42 દિવસ પછી જ બીજો ડોઝ લેવા માટે જવું. કોરોના નેગેટિવ આવ્યા બાદ એક કે દોઢ મહિના બાદ વેકસીન લેવી.
તેઓએ ઉમેર્યું હતું કે આજે સવારે મેં આરોગ્ય કેન્દ્ર અને વેકસીનેશન સેન્ટરની મુલાકાત લીધી હતી.આરોગ્ય કેન્દ્ર 8:30 વાગ્યે ખૂલે છે.છતાં લોકો પાંચ વાગ્યાથી લાઈનમાં ઉભા રહી જાય છે.કોર્પોરેશન દ્રારા ગુલાબી કલરના ટોકન આપવામાં આવે છે.અને તે લગભગ તમામ લોકોને અપાઈ છે.તો ખોટા હેરાન ના થવા લોકોને જણાવ્યું છે.45 વર્ષ ઉપરના વ્યક્તિએ આજ સુધી રજીસ્ટ્રેશનની જરુર ના હતી.છતાં કેટલાક લોકો બે દિવસથી રજીસ્ટ્રેશન માટે ધક્કા ખાતા હોવાની પણ ધ્યાનમાં આવ્યું છે.પ્રથમ ડોઝ લીધાના 42 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવે છે છતાં કેટલાક લોકો નિયત સમય કરતાં વહેલા વેકસીન લેવાં માટે આવી જાય છે.આ ઉપરાંત કોરોના આવ્યા બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યાના એક અથવા દોઢ મહિના પછી વેકસીન મુકવા ડે. મેયરે લોકોને અપીલ કરી છે.