સામાકાંઠા વિસ્તારમાં મકાનમાં ઘુસી મહિલા સાથે તોછડુ વર્તન કરી મહિલાને માર માર્યા’તો

શહેરના પ્રહલાદ પ્લોટમાં સોની પરિવારના ઘરે બઘડાટી બોલાવ્યાની ચકચારી ઘટનાના વિવાદમાં સપડાયેલા ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ સામેનો વિવાદ શમ્યો નથી ત્યાં ફરી મહેશ મંડ અને નિશાંત પરમાર સામે મહિલા સાથે તોછડુ વર્તન કરી માર માર્યા અંગેની કોર્ટમાં બે વર્ષ પહેલાં દાખલ થયેલી ફરિયાદ અંગે નિશાંત પરમાર સામે ગુનો નોંધવા અને કોર્ટમાં હાજર થવા હુકમ કર્યો છે.

અદાલતે ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલને કોર્ટમાં હાજર થવા કર્યો હુકમ

સામાકાંઠા વિસ્તારમાં રહેતા ચંદુભાઇ લક્ષ્મણભાઇ ટોપીયા ગત તા.19-10-19 ઘરે હાજર ન હતા ત્યારે ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ નિતિન પરમાર અને મહેશ મંડ ગયા હતા તેઓએ દારૂની બાતમી છે તેમ કહી માલ સામાન વેર વિખેર કરી નાખ્યાની મોબાઇલ પડાવી ચંદુભાઇ ટોપીયા કયાં છે. તેમ કહી રૂા.50 હજાર આપી દયો કહી નહીતર દારૂના કેસમાં ખોટા ફીટ કરવાની ધમકી આપ્યા અંગેની ચંદુભાઇ ટોપીયાના પત્ની ગીતાબેને કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.

એડીશનલ ચીફ જ્યુડીશયલ દ્વારા ગીતાબેન ટોપીયા દ્વારા રજુ કરાયેલા પુરાવા, સીસીટીવી ફુટેજ ધ્યાને લઇ નિશાંત પરમાર સામે ગુનો નોંધી કોર્ટમાં હાજર થવા ફરમાર કર્યુ છે. નિશાંત પરમારની સાથે ગીતાબેનના ઘરે ગયેલા મહેશ મંડ તાજેતરમાં પ્રહલાદ પ્લોટ શેરી નંબર 16માં સોની પરિવારના ઘરે પી.એસ.આઇ. સાખરાની સાથે ગયા હતા ત્યારે વિવાદ સર્જાયો હતો સોની પરિવારની મહિલાઓને માર માર્યાની ઘટના હજી શમી નથી ત્યાં ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ નિશાંત પરમાર સામે ગુનો નોંધવા અદાલતે હુકમ કરતા ક્રાઇમ બ્રાન્ચ ફરી વિવાદમાં સપડાયું છે. ગીતાબેન ટોપીયા વતી એડવોકેટ તરીકે સંજય એચ.પંડયા, મનિષ એચ.પંડયા અને ઇશાદ શેરસીયા રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.