માર્ચના અંતિમ દિવસ સુધી લાયસન્સ રિન્યુ નહીં થતા તત્કાલ બોર્ડ બેઠક મળી
નવો કૃષિ કાયદો લાગુ થતા યાર્ડ વેપારીઓના લાયસન્સ રિન્યુ કરી શકશે નહીં
રાજકોટ માકેટીંગ યાર્ડના વેપારીઓના માર્ચ એન્ડીંગ સમયે લાયસન્સ રિન્યુ કરવામાં આવતા હોય છે. ત્યારે નાણાકિય વર્ષના અંતિમ દિવસ સુધી લાયસન્સ રીન્યુ નહિ થતા વેપારીઓનો હોબાળો મચ્યો છે. માર્ચના અંતિમ દિવસે લાયસન્સ રીન્યુ મુદ્દે આજે તત્કાલ બોર્ડ બેઠક મળી છે.રાજકોટ માર્કેટ યાર્ડના વેપારીઓના નાણાકિય વર્ષના અંતિમ દિવસ સુધી લાયસન્સ રિન્યુ કરવામાં આવ્યા નથી.જે મુદે વિવાદ વકયો છે. કૃષિ કાયદો લાગુ પડયા બાદ હવે કઇ રીતે લાયસન્સ રીન્યુ કરવા તે મુદ્દે આજે તત્કાલ માર્કેટ યાર્ડમાં બોર્ડ મીટીંગ બોલાવવામાં આવી હતી.
આ મીટીંગમાં 425 જેટલા કમિશ્ર્નર એજન્ટીના લાયસન્સ યાર્ડ માંથી કાઢી અપાશે જયારે 200 જેટલા વેપારીઓના લાયસન્સ જિલ્લા રજીસ્ટ્રાર કાઢી આપશે. તેવો નિર્ણય લેવાયો છે.
તાજેતરમાં નવા કૃષી કાયદા મુજબ વેપારીઓના લાયસન્સ રિન્યુ કરવાની સતા યાર્ડ પાસેથી છીનવી લેવાઇ છે. ત્યારે આ મુદે સૌ પ્રથમ વખત લાયસન્સ રિન્યુઅલ માટે દોડધામ મચી જતા બોર્ડ બેઠક બોલાવવી પડી હતી.