રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કેળવણી સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જાણીતી ધોળકિયા સ્કૂલ દ્વારા પ્રજાસત્તાક પર્વથી ચાર દિવસ સુધીનો બિઝનેસ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી કાળથી જ બાળકો વેપાર વાણિજ્યનું વ્યવહારુ જ્ઞાન મેળવી શકે તેવા શુભ આશયથી ધોળકિયા સ્કૂલ દ્વારા ચાર દિવસીય બિઝનેશ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ ચીજ વસ્તુઓના સ્ટોલ તૈયાર કર્યા છે.
ચાર દિવસીય બિઝનેશ ફેરનું વિદ્યાર્થીઓ કરી રહ્યા છે સંપૂર્ણ સંચાલન
બિઝનેશ ફેર જેવા આયોજનોથી વિદ્યાર્થીઓને બાળપણથી જ વેપાર વાણિજ્યનું વ્યવહારુ જ્ઞાન મળી જાય અને જીવનમાં વિદ્યાર્થી કારથી જ પાકા વેપારી બને તે માટે આ જોબ ફેર નું આયોજન કરવામાં આવ્યું છે.
સમગ્ર ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે પ્રસિઘ્ધ એવી રાજકોટની ધોળકીયા સ્કુલ વિઘાર્થીઓના સર્વાગી વિકાસ માટે સતત પ્રયત્ન શીલ રહે છે. શ્રેષ્ઠ શિક્ષણની સાથોસાથ વિઘાર્થીઓમાં રહેલી સુસુપ્ત શકિતઓને બહાર લાવવા અને તેને યોગ્ય પ્લેટફોર્મ આપવા તેમજ આજના સમય સાથે વિઘાર્થીઓ કદમથી કદમ મિલાવી શકે તે રીતે તેમનું ઘડતર કરવું એ ધોળકીયા સ્કુલ્સનો હરહંમેશ ઉદેશ રહ્યો છે. શાળાના વિઘાર્થીઓને વેપાર- વાણિજય અંગે પ્રેકટીકલ જ્ઞાન પ્રાપ્ત થાય, બજારની પરિસ્થિતિનો ખ્યાલ આવે, ખરીદ વેેચાણનો અનુભવ મળે અને પોતાના સ્વબળે કેવી રીતે ધંધો કરી શકાય તે શીખવા મળે એ હેતુથી ધોળકીયા સ્કુલ્સ દ્વારા ચાર દિવસના બીઝનેસ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં ફન ફેરના આયોજન અવાર-નવાર થતા રહે છે પરંતુ ભાવિ વેપાર સાહસિકોના ઘડતર માટે બિઝનેસ ફેરના આયોજનની પહેલ ધોળકીયા સ્કૂલ્સ દ્વારા કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓમાં વેપાર વાણિજ્યનું વ્યવહારુ જ્ઞાન વધારવા અદકેરું આયોજન : 350 જેટલા સ્ટોલ્સ તૈયાર કરાયાં
ધોળકીયા સ્કુલ્સ દ્વારા આયોજીત આ બિઝનેસ ફેરની નોંધપાત્ર બાબત એ છે કે, બિઝનેશ ફેરનું સમગ્ર સંચાલન શાળાના વિઘાર્થીઓ દ્વારા જ કરવામાં આવી રહ્યું છે. આ બિઝનેશ ફેર થકી વેપાર કેવી રીતે કરી શકાય તેની તાલીમ વિઘાર્થીઓ પોતે જ વસ્તુઓની લે-વેચ દ્વારા પ્રાપ્ત કરી રહ્યા છે. વિઘાર્થીઓને પ્રવર્તમાન બજારના પ્રવાહોથી વાકેફ કરાવવા માટે ધોળકીયા સ્કુલ્સ દ્વારા તેઓને આ તક આપવામાં આવી છે. આ બીઝનેસ ફેરમાં વિઘાર્થીઓ પોતાના સ્ટોલમાં જે વસ્તુઓનું વેચાણ કરવા ઇચ્છતા હોય તે વસ્તુઓની ડિમાન્ડ કેવી રહેશે? તે વસ્તુઓ સસ્તા ભાવે કરકસરથી કેવી રીતે મળી શકે? તેમાં કેટલા પ્રકારની કવોલીટી હોય? અને નફાનો ગાળો કેટલો રાખી વસ્તુનું વધુ વેચાણ કરી શકાય? તે તમામ અનુભવો વિઘાર્થીઓને આ બીઝનેસ ફેરના માઘ્યમથી પ્રાપ્ર થાય છે.
આ બીઝનેસ ફેરના 350 થી વધારે સ્ટોલ્સમાંથી આવનાર મુલાકાતીઓ પોતે ઘર વપરાશની ચીજવસ્તુઓ, કપડા, ફુટવેર, સ્ટેશનરી આઇટમ, મોબાઇલ એસેસરીઝ, ઘર સજાવટની વસ્તુઓ, હેન્ડ ક્રાફટ, હેલ્થકેર પ્રોડકટસ, ઓર્ગેનિક ફ્રુટસ અને વેજીટેબલ્સ વગેરેની ખરીદી કરી રહ્યા છે.
અહીના ગેમઝોનમાં વિવિધ પ્રકારની રાઇડસ, ચકકરડી, જમ્પીંગ વગેરે બાળકોના આનંદ પ્રમોદના સાધનો ગોઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત ફુડઝોનમાં અનેક અવનવી આઇટમોનો સ્વાદ માણી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.
આ બિઝનેસ ફેર દરમ્યાન બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ શ્રેષ્ઠ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિઘાર્થીઓ પોતાની કલાનું નિદર્શન કરી રહ્યા છે. સાથો સાથ ગેમઝોન, સેલ્ફી ઝોન અને લાઇવ સ્ટેજ પરફોમન્સ જેવા આકષણો પણ બીઝનેસ ફેરમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
ધોળકીયા સ્કુલ્સ આયોજીત આ બિઝનેસ ફેર એ આ કક્ષાનો સૌથી મોટો બીઝનેસ ફેર છે. રૂ. એક કરોડથી વધુ રકમના રોકાણ સાથ 1500 થી વધુ વિઘાર્થીઓ દ્વારા સંચાલીત આ બીઝનેસ ફેર રાજકોટના શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આશરે 1 લાખથી વધારે લોકો આ બીઝનેસ ફેરની મુલાકાત લેશે તેવી પ્રબળ શકયતા છે.
1 લાખથી વધુ મુલાકાતીઓ લેશે બિઝનેશ ફેરની મુલાકાત : હીનાબેન આડેસરા
બિઝનેશ ફેર અંગે ધોળકિયા સ્કૂલના પ્રિન્સિપાલ હિનાબેન આડેસરાએ જણાવ્યું હતું કે, બિઝનેશ ફેર ધોળકિયા સ્કૂલની આઇકોનીક ઇવેન્ટ છે. લગભગ 1500 વિદ્યાર્થીઓ આ ફેરમાં ભાગ લઈ રહ્યા છે. આ ફેર થકી વિદ્યાર્થીઓ ટીમ મેનેજમેન્ટ સહિતના કૌશલ્ય વિકસાવવાનું આયોજન છે. તેમણે કહ્યું હતું કે, અમારી આશા મુજબ ચાર દિવસીય ફેરમાં આશરે 1 લાખ જેટલા મુલાકાતીઓ આવનાર છે. આ વર્ષે યોજાઈ રહેલી ઇવેન્ટનહ વિશેષ એટલા માટે પણ છે કે, અમારી ઇવેન્ટને વર્લ્ડ રેકોર્ડ બુકમાં સ્થાન મળ્યું છે તેવું તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા જ આખા બિઝનેશ ફેરનું સંચાલન કરાઈ રહ્યું છે. તેમણે રાજકોટના શહેરીજનોને બિઝનેશ ફેરની મુલાકાત લેવા અપીલ કરી છે.
ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થીઓએ વૈશ્વિક ઇતિહાસ સર્જ્યો: ધવલભાઈ ધોળકિયા
બિઝનેશ ફેર અંગે ધોળકિયા સ્કૂલના મેનેજીંગ ડિટેક્ટર ધવલભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે, ધોળકિયા સ્કૂલ વૈશ્વિક ઇતિહાસ સર્જવા જઈ રહ્યું છે કારણ કે, પ્રથમવાર ફક્ત વિદ્યાર્થીઓ દ્વારા 350 જેટલા સ્ટોલ્સ તૈયાર કરીને આખા બિઝનેશ ફેરનું સંચાલન કરતા હોય તેવું બન્યું છે. તેમણે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને ઓળખી તેમને યોગ્ય પ્લેટફોર્મ આપવા માટે પ્રસિદ્ધ ધોળકિયા સ્કૂલ આ બિઝનેશ ફેર થકી વિદ્યાર્થીઓને તેમની અંદર રહેલી વેપાર વાણિજ્યનું કૌશલ્ય પ્રદર્શિત કરવા તક આપી રહ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ પ્રકારની પ્રવૃત્તિઓ થકી વિદ્યાર્થીઓનું કૌશલ્ય બહાર આવે તે ઉદ્દેશ્ય સાથે જ ધોળકિયા સ્કૂલ અવનવા આયોજન કરતી આવી છે.