તબીબ, મેડિકલ સંચાલક અને યુવતીને પૂછપરછ માટે પોલીસનું તેડું
કોરોનાન8 મહામારીમાં લોકોએ માનવતા નેવે મૂકી મજબૂરીનો લાભ ઉઠાવી ઇન્જેક્શનનો કાળો કારોબાર ચલાવતા લેભાગુ તત્વોની શાન ઠેકાણે લાવવા “અબતક” ની ટીમે ક્રાઈમ બ્રાન્ચને સાથે રાખી રેમડેસિવીર ઇન્જેક્શનનો પર્દાફાશ કર્યો છે. જેના આધારે પોલીસે બે શખાઓને ઝડપી લઈ કૌભાંડમાં ખાનગી હોસ્પિટલના તબીબ, મેડિકલ સ્ટોર અને યુવતી સહિતના શખ્સો સંડોવાયાની આશંકા સાથે અને કૌભાંડના મૂળ સુધી પહોંચવા ક્રાઈમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં મદદગારી બદલ પોલોસે પણ “અબતક” મીડિયાનો આભાર માન્યો છે.
આ અંગે વધુ વિગત મુજબ સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાય રહી છે. આવી સ્થિતિમાં લેભાગુ તત્વો સારવારના બહાને ઇન્જેક્શન સહિતના સાધનોના કાળા બજાર કરતા હોવાની “અબતક” મીડિયાની ટીમને વાત ધ્યાને આવી હતી.
“અબતક” પોતાની ટીમ દ્વારા કાળા બજારમાં કાળા બજારમાં ઇન્જેક્શનની ખરીદી કર્યા બાદ જે તે શખ્સ દ્વારા વધુ ઇન્જેકહન આપવાની ખાત્રી આપી હતી. જેથી “અબતક” દ્વારા કાળા બજારના કૌભાંડના મૂળ સુધી પહોંચવા ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ વનરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે.
મૂળ વેરાવળ પંથકનો અને હાલ દોશી હોસ્પિટલ નજીક ગોકુલધામ સોસાયટીમાં રહેતો દેવાંગ મેણસી મેર ગોકુલધામ પાસે ઇન્જેક્શન દેવા આવતી વેળાએ ગોઠવેલા છટકામાં દેવાંગ મેરને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી લીધો હતો.
દેવાંગ મેરની પ્રાથમિક પૂછપરછમાં આ રેમડેસિવીર ઇન્જેક્શન એસટી ડેપો નજીક આવેલી સત્કાર કોવિડ હોસ્પિટલમાં નોકરી કરતો તેનો મિત્ર પરેશ અરશી વાજા નામના શખ્સ પાસેથી લવ્યની કબૂલાત આપી હતી.
પોલીસે પરેશ અરશી વાજાને ઉઠાવી લઈ તેની પ્રાથમિક પૂછપરછ કરતા પોતે સત્કાર કોવિડ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી લીધાની કબૂલાત આપી હતી. હોસ્પિટલના દાખલ દર્દી માટે ઇન્જેક્શનના કાળા બજાર થયાની આશંકા તેમજ જ્યારે દર્દીને રેમડેસિવીર ઇન્જેક્શનની જરૂરિયાત ઉભી થાય ત્યારે દર્દીના પરિવારજનોને ઇન્જેક્શન માટે તોડાવું પડે છે.
રેમડેસિવિર ઇન્જેકશનના કાળા ધંધાના મુળ સુધી પહોંચવા પી.એસ.આઇ. વનરાજસિંહ જાડેજા સહિતની ટીમ બે શાળાની રિમાન્ડ મેળવવા તેમજ સમગ્ર મામલાની પુછપરછ માટે તબીબ અને મેડિકલ સંચાલક સહિતને પોલીસે તેડું મોકલ્યું છે.
“અબતક” ટીમને રેમડેસિવિર ઇન્જેકશન આપવા દેવાંગ મેરની સાથે તેની આવેલી યુવતિ મંગતેર હોવાનું ખુલતા પોલીસે તેને બોલાવી અત્યાર સુધીમાં કોને કોને વેચ્યા તે મુદ્દે પુછપરછ હાથ ધરવામાં આવી છે.
‘અબતક’નો આભાર માનતા ડીસીપી ઝોન-1 પ્રવીણકુમાર મિણા
અબતક દ્વારા સ્ટિંગ ઓપરેશન કરીને કાળા બજારીઓને ખુલ્લા પાડવામાં આવ્યા હતા ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુલ 2 આરોપીની ધરપકડ કરાઈ છે. ત્યારે મામલામાં ડીસીપી ઝોન-1 પ્રવીણકુમાર મિણાએ અબતક મીડિયાનો આભાર માનતા કહ્યું હતું કે, મીડિયાએ કરેલા સ્ટિંગ ઓપરેશન અને મીડિયાએ આપેલી બાતમીને આધારે સમગ્ર કૌભાંડ ખુલ્લું પાડીને હાલ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે મીડિયાનો અમે આભાર માનીએ છીએ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હાલ ઇન્જેક્શનનો જથ્થો કંઈ રીતે બહાર કાઢવામાં આવે છે તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.