રાજકોટ શહેરમાં દિવસેને દિવસે સાઇબર ક્રાઇમ વધતો જતો જોવા મળે છે.ત્યારે એવો જ કિસ્સો રાજકોટમાં બનીજવા પામ્યો છે. રાજકોટ શહેરમાં ફેસબુકનું ફેક આઇડી બનાવવાવો કિસ્સો સામે આવ્યો છે.
વાત કરવામાં આવે તો આરોપી કિરણબેન જીવરાજભાઈ મોરીએ “Niki Solanki” નામનું ખોટું આઈડી બનાવી જાણી જોઈને નુકશાન કરવાના ઇરાદે બીજા કોઈ અન્ય વ્યક્તિના ફોટા અપલોડ કર્યા હતા.આરોપી બહેનની આઈ.ટી.એક્ટ કલમ 66(C) તથા આઈ.પી.સી કલમ 419 મુજબ ગુન્હો નોંધી રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે.