ભગવતીપરા વિસ્તારમાં મારામારીના ગુનામાં પોલીસે કાર્યવાહી કરી પકડવા જતા આરોપીએ પોતાના હાથમાં જ છરી વડે છરકા મારી દીધાની ઘટના સામે આવી છે. તો બીજી ઘટનામાં ગાયકવાડી વિસ્તારમાં દારૂ પીને ખેલ કરતા એસઆરપી મેનની પોલીસે ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી ઓરપટ વિગત મુજબ ભગવતીપરા વિસ્તારમાં રગેટ આરીફ મહમદ સોરા નામના યુવાન પર પાડોશમાં રહેતા મોહસીન સુલેમાન સંધી, શાહરુખ અને અન્ય બે શખ્સોએ અગાઉના ઝઘડાની ખાર રાખી છરીના ઘા ઝીકી દેતા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આરીફની ફરિયાદ પરથી બી-ડિવિઝન પોલીસે મોહસીન સામે ગુનો નોંધી તેની અટકાયત કરવા ભગવતીપરા વિસ્તારમાં પહોંચ્યા હતા.

ભગવતીપરામાં મારામારી કેસમાં પોલીસ પકડવા જતા આરોપીએ પોતાના હાથમાં જ છરી મારી

ગાયકવાડીમાં દારૂ પીને ખેલ કરતા એસ્સારપી મેનને ઝડપી પાડતી પોલીસ

પોલીસને જોતા જ મુખ્ય આરોપી મોહસીન દેકારો કરવા લાગ્યો હતો અને પોતાની ધરપકડ ટાળવા માટે ખેલ કરીને પોતાની જાતે જ હાથમાં છરીના છરકા મારી દીધા હતા. તો બીજી તરફ પોલીસે મોઇન જાકિરભાઈ ખોખરની ફરિયાદ પરથી આરીફ સકીના અને શહેનાઝ સામે ગુનો નોંધ્યો હતો. જેમાં મોઇને જણાવ્યું હતું કે મોહસીનનો પુત્ર રમતો હોય ત્યારે આરોપીઓએ ઝઘડો કરી મોહસીન પર છરીથી હુમલો કર્યો હતો. જેમાં વચ્ચે પડતા મોઇનને છરીના ઘા લાગ્યા હતા. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.

તો અન્ય એક બનાવમાં પ્ર-નગર પોલીસ સ્ટાફ જંકશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે કીટીપરા ગાયકવાડી-૩માં એક શખ્સ દારૂ ઢીચી ડીંગલ કરતો હતો. જેથી પોલીસે દારૂડિયાને મથકે લઈ જઈ પૂછતાછ કરતા પોતે જામનગર ગ્રૂપ-૨૧માં એસઆરપી મેનમાં ફરજ બજાવતા સુજાનસિંહ અમરસિંહ જાડેજા હોવાનું સામે આવ્યું હતું અને પોતાનું પોસ્ટિંગ અમદાવાદ હોવાનું કહ્યું હતું. પોલીસે એસઆરપી મેન સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.