સ્વ. સરયુબેન સી. શેઠની ચતુર્થ સ્મૃતિદિને શ્રધ્ધા સમર્પણ
ગોંડલ સંપ્રદાયના પૂ. પ્રાણ પિરવારના તપસ્વીની પૂ. વનિતાબાઈ મહાસતીજી, સદાનંદી પૂ. સુમતિબાઈ મહાસતીજી, સાધ્વીરત્ના પૂ. હસ્મિતાબાઈ મહાસતીજી, સાધ્વીરત્ના પૂ. કલ્પનાબાઈ મહાસતીજી આદી ઠાણાના સાનિધ્યમાં ગત રવિવારે દિવ્ય સ્વરૂપા પ્રગટ પ્રભાવક નિડરવક્તા પૂ. ધનકુંવરબાઈ મહાસતીજીના અંતિરક્ષામાંથી આશિર્વાદ સાથે સ્મૃતિદીન ઉપલક્ષ રૂષભ-વાટિકામાં સમસ્ત ભારતના શ્રી ડુંગર-હીર મહા મહિલા મંડળોનું 15મું અધિવેશન કરવામાં આવેલ હતુ તેમજ સ્વ. સરયુબેન સી. શેઠની ચતુર્થ સ્મૃતિદિને શ્રધ્ધા સમર્પણ કરવામાં આવેલ હતી. નિડરવક્તા પૂ. ધનકુંવરબાઈ મ઼ની 30મી પૂણ્યતિથીએ દર વર્ષે યોજાતા અધિવેશનના ભાગરૂપે યાદગાર અને સર્વશ્રેષ્ઠ આયોજન રહેવું તેવા 800 બહેનોનો સુર વહેલો હતો.
આ કાર્યક્રમના સંયોજિકા પ્રવચન પ્રભાવિકા પૂ. અજીતાબાઈ મહાસતીજી એવમ પ્રજ્ઞા સંપન્ના પૂ. પન્નાબાઈ મહાસતીજીએ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન મંડળોના સંમેલનનો હેતુ સમજાવેલ હતો. સમસ્ત ભારતના શ્રી ડુંગર-હીર મહા મહિલા મંડળોના બહેનો ના 15માં અધિવેશન અંતર્ગત જબ ખેલો તબ સબ ખેલો (દશ ધાર્મિક ગેઈમો) નું આયોજન કરવામાં આવેલ હતુ. રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મ઼સા.એ વિડીયો કલીપ દ્વારા આશિર્વાદ અને શુભેચ્છા પાઠવેલ હતી તેમજ કેતનભાઈ શેઠના જન્મદીન નિમિતે શુભેચ્છા આપેલ હતી અને સ્વ. સરયુબેન શેઠની ચોથી પુણ્યતિથી નિમિતે ખાસ રૂષભ વાટિકામાં તેમની સ્મૃતિ વંદનાને ભાવાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી.
આ અધિવેશન ગોંડલ સંપ્રદાયના સુત્રધાર તથા ડુંગર-હીર મહા મહિલાના સંયોજક ચંદ્રકાંતભાઈ શેઠ અને રાજકોટના ડે.મેયર ડો. દર્શિતાબેન શાહને હસ્તે ખુલ્લુ મુકાયેલ હતુ. ગોંડલ સંપ્રદાયના પ્રતિનિધિ પ્રવિણભાઈ કોઠારી અને હરેશભાઈ વોરાએ પ્રાસંગિક શુભેચ્છા પાઠવેલ હતી
પ્રવચન પ્રભાવક પૂ. અજીતાબાઈ મ઼એ પૂ. ધનકુંવરબાઈ મહાસતીજીને સ્મૃતિપટમાં લાવી તેમની સ્તુતી દ્વારા મંગલાચણ કરેલ હતુ. ચંદ્રકાંતભાઈ કામાણીને તે સ્તુતિ ઝિલાવી હતી. કાર્યક્રમનું સંચાલન મહા મહિલા મંડળના સુત્રધાર વિણાબેન શેઠ અને સુલોચનાબેન ગાંધી એ કરેલ હતુ. વિવિધ સ્પર્ધાઓના જજ તરીકે સંજયભાઈ મહેતા, મેહુલભાઈ રવાણી, ચંદ્રકાંતભાઈ કામાણી, ભાવેશભાઈ તથા અલ્કાબેન આ પાંચેય એ સેવા આપેલ હતી. જુનાગઢ સંઘ વતિ પ્રમુખ લલિતભાઈ દોશી આવતા વર્ષના સંમેલન માટે જુનાગઢ સંઘ તરફથી દરેક મંડળોને આમંત્રણ આપેલ હતુ.
રત્ના રાશિ સ્વપ્ન અર્પણ કરીને તેમનું બહુમાન કરવામાં આવેલ હતુ. શેઠ ઉપાશ્રય તથા સી.એમ઼શેઠ પૌષધશાળા અને સ્વ. સરયુબેન શેઠ પૌષધશાળા તરફથી દરેક મંડળોને રૂ. 500 ની અનુમોદના કરવામાં આવેલ હતી. ગુજરાત રત્ન ના ચોવીસા યંત્રના દર મંગળવારના જાપમાં ભાગ લેવા માટે 50 મંડળોને અપીલ સી.એમ઼શેઠ દ્વારા કરવામાં આવેલ હતી. રોયલપાર્ક મોટા સંઘના સહમંત્રી કેતનભાઈ શેઠના જન્મદીન ઉપલક્ષ્ા વધાઈ સાથે પૂ. મહાસતીજીઓએ આશિર્વાદ આપેલ હતા.