રાજકોટ મહાનગરપાલીકાની ચૂંટણી માટે આવતીકાલે રવિવારે મતદાન છે ત્યારે રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજા અગાઉની ચૂંટણીની જેમ આ વખતે પણ પોતાની વિન્ટેજ કારમાં બેસીને પરિવાર સાથે મતદાન કરવા જવાની પરંપરા અને મતાધિકારની પવિત્ર ફરજ નિભાવશે.
જે વિન્ટેજ કારમાં તેઓ મતદાન કરવા જવાના છે તે રાજપરિવારની વિશિષ્ટ પેકકાર્ડ ક્લીપર ( 7 સીટર કસ્ટમ સુપર 8 સિલિન્ડર) મોડલ વર્ષ 1947 જે “પોસ્ટ વોર અમેરિકન બેસ્ટ ઇન ક્લાસ” શ્રેણીમાં 8મી એડિશન 21 Gun Salute International Vintage Car Rally & Concours Show D’ Elegance 2020માં આ વિન્ટેજ કારને પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું હતું. 2020ની 15 અને 16મી ફેબ્રુઆરીએ ગુરુગ્રામ દિલ્હી ખાતે કર્મા લેકલેન્ડસ ગોલ્ફ કોર્સ ખાતે આ રેલી યોજાયેલ હતી. આવતીકાલે મહાગરપાલીકાની ચૂંટણીમાં મતદાન કરવા તેઓ અને રાજપરિવાર આ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કાર લઇને મતદાન કરવા જશે.