કાપડ ઉદ્યોગ પર જીએસટીનો અમલ કરાતા ગુજરાતભરના કાપડના વેપારીઓએ સરકાર સામે મોરચો માંડ્યો છે.જીએસટીના અમલ પહેલા કાપડ ઉદ્યોગ ટેકસ ફ્રી હતો. તેમાં પણ પ ટકા જીએસટી લાગુ કરી દેવાતા વેપારી આલમમાં રોષ ભભૂકી ઊઠયો છે. જે સંદર્ભે રાજકોટ હોલસેલ ટેકસટાઇલ મરચન્ટ એસોસિયેશન દ્વારા ધરણા- સૂત્રોચ્ચાર અને રેલીના કાર્યક્રમો યોજીને વિરોધ પ્રદર્શિત તયો હતો.

રાજકોટ હોલસેલ ટેકસટાઇલ મરચન્ટ એસોસિયેશનના તા. ૧લી જુલાઈથી જીએસટી લાગુ કરાતા દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. તેમાં ટેકસટાઇલ (કાપડ) ઉદ્યોગ ટેકસ ફ્રી હતો તેને પણ પ ટકા જીએસટી દર લાગુ કરી દેવાતા કાપડ ઉદ્યોગના નાના નાના કારીગરોની રોજીરોટી ઉપર તરાપ મારવા જેવી સ્થિતિ સર્જાતા ભારે નારાજગી જન્મી છે. ચેન્નઇ-ઇન્દોર જેવી મહામંડળીઓ દ્વારા ઑલ ઇન્ડિયા જીએસટી સંઘર્ષ સમિતિના ગઠન સાથે સંપૂર્ણ બજારો અને ઉત્પાદનો સજ્જડ બંધ રાખી જીએસટી કાપડમાંથી નાબૂદ કરવા માગણી બુલંદ કરાઇ છે. અમદાવાદમાં પણ સમસ્ત મહાજનોની આગવાની હેઠળ કાપડના ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલા એકમો દ્વારા મહારેલીનું આયોજન કરાયુ છે. જેના સમર્થનમાં રાજકોટ હોલસેલ ટેકસટાઇલ મરચન્ટ એસો.ની આગેવાનીમાં રાજકોટના હોલસેલ કાપડનો વેપાર કરતા ૨૦૦ થી વધુ વેપારીઓ દ્વારા પણ બુધવારે દુકાન બંધ રાખી કાર્યક્રમ થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.