ગુજરાતના યુવાઓ માટે રાહુલ ગાંધીએ આપેલા વચનો પુરા કરવા સક્ષમ: હરપાલસિંહ ચુડાસમા
ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા બીજા તબકકાની રેલી અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તથા અન્ય આગેવાનોએ ‘અબતક’ ની મુલાકાતે આવીને વિધાનસભા ચુંટણી તથા સરકાર બનાવવા માટેની વાર્તાલાપમાં રાહુલ ગાંધીના વચનો વિશે જણાવવામાં આવેલ હતું. આ બીજા તબકકાની યાત્રા તા. 9-10 થી 18-10 સુધી થનાર છે.ગુજરાતના યુવાનો માટે રાહુલ ગાંધીના વચનો જેવા કે, બેરોજગાર ને 3000 રૂપિયા મહેની ભથ્થુ, સરકારી નોકરીમાં કોન્ટ્રાકટ પઘ્ધતિ સંપૂર્ણ નાબુદ થશે, 10 લાખથી યુવાઓનેે નોકરીઓ આપવામાં આવશે. ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા યુવા પરિવર્તન યાત્રાનું પ્રથમ ચરણ અંબાજીથી ઉમરગામ સુધીની ભવ્ય સફળતા મળી છે,
આ યુવા પરિવર્તન યાત્રામાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમીતીના કાર્યકારી પ્રમુખ ડો. ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને ગુજરાત યુવક કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાની આગેવાનીમાં થઇ રહી છે. આ યાત્રાના પ્રથમ ચરણમાં અંબાજીથી ઉમરગામના 10 દિવસની યાત્રામાં હજારોની સંખ્યામાં યુવાનો જોડાયા હતા. આ યુવા પરિવર્તન યાત્રામાં સભા, બાઇક રેલી, મસાલ યાત્રા જેવા અનેક કાર્યક્રમો થયા છે. બીજા ચરણમાં આ યુવા પરિવર્તન યાત્રા તા. 9-10 થી 18-10 સુધી 10 દિવસ ચાલશે. આ યુવા પરિવર્તન યાત્રા સોમનાથથી સૂઇ ગામ ત્યારબાદ તડાબેટ દર્શન કરીને પૂર્ણ કરવામાં આવશે.આ યુવા પરિવર્તન યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના પ્રભારી ડો. રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના પ્રમુખ જગદીશભાઇ ઠાકોર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ રામ કિશન ઓઝા સહીત તમામ ધારાસભ્યશ્રીઓ આ યાત્રા માં કોંગ્રેસ સમીતીના તમામ આગેવાનો જોડાશે.