અમદાવાદ ખાતે ગુજરાત વૂમન્સ હોકી ચેમ્પીયનશીપમાં સીનીયર અને જૂનીયર કેટેગરીમાં રાજકોટે મેદાન માર્યું
ગુજરાત રાજય વુમન સીનીયર તથા સબ જૂનીયર ચેમ્પીયનશીપનું અમદાવાદ ખાતે આયોજન થયેલું હતુ જેમાં કુલ ૮ ટીમોએ ગુજરાતનાં અલગ અલગ રાજયોમાંથીક ભાગ લીધેલ હતો જેમાં રાજકોટની ટીમોએ બંને ચેમ્પીયનશીપ જીતીને રાજકોટનું નામ રોશન કર્યું હતુ તથા સીનીયર વુમન ટીમમાંથી ધીગાણી ‚તુ અને સબ જૂનીયર ટીમમાંથી કાંચી સીતાપરાને બેસ્ટ ફોરવર્ડ પ્લેયરની ટ્રોફી પણ મળી હતી.
વધુમાં ધીંગાણી ‚તુ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતુ કે, અમે ખૂબજ ગર્વ મહેસુસ કરીએ છીએ, અને અમે જીત્યાતે કોઈ, એક નહી પરંતુ અમારી ટીમવર્કનું જ પરિણામ છે. અમે રોજ સવારે ૬.૩૦ થી ૭ તથા બપોરે ૨ થી ૪ પ્રેકટીસ કરતા હતા અને ભણવાની સાથે સાથે સ્પોર્ટને પણ એક સરખુ પ્રાધાન્ય આપી શકીએ છીએ. તેની પાછળનું એકમાત્ર કારણ અમારા માતા પિતાનો પૂણો સપોર્ટ છે.
0તેમના સપોર્ટના કારણે જ અમે અહીયા સુધી પહોચી શકયા છીએ જે માતા પિતા તેમના બાળકોને સપોર્ટમાં આગળ નથી આવવા દેતા તેમને હું કહેવા માગીશ કે સમય સાથે તેઓને પણ બદલવાની જ‚ર છે. અને પોતાની મેન્ટાલીટી ચેન્જ કરવાની જ‚ર છે. અને તેમના બાળકોને પ્રોત્સાહન આપવાની જ‚ર છે. જેથી તેઓ વધુ આગળ આવે અને અમારી ટીમ અહીયા સુધી પહોચી તેમાં સૌથી મોટો સિંહફાળો અમારી કોચ મહેશસરનો છે. જેને દિવસ-રાત અમારી પાછળ મહેનત કરી છે.
વધુમાં કોચ મહેશભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે હું ખૂબ ખુશ છું કે રાજકોટની ટીમ આ લેવલ સુધી પહોચી છે. અને પહેલા કરતાં સમય હવે બદલાવો છે. પરંતુ અમુક અંશે માતા પીતા હજુ સ્પોર્ટસને હોબીમાં ગણાવી એજયુકેશન પર વધુ ભાર મૂકે છે.
પરંતુ અમારે ત્યાં આવતા બધા જ બાળકો સ્પોર્ટસની સાથે સાથે ભણતરમાં પણ આગળ છે. હું રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનનો પણ આ તકે આભાર માનું છું અજેને ખેલાડીઓ ને રમવા માટે આટલુ સુંદર ગ્રાઉન્ડ બનાવ્યું છે. જેનું પરિણામ પણ આપની સામે જ છે.
ખાસ કરીને એક કોચ તરીકે જવાબદારી ખૂબ વધારે હોય છે. જે રીતે ‘ચક દે ઈન્ડિયા’ મુવીમાં પણ દેખાડયું છે કે એક કોચની ભૂમીકા શું હોય છે તે વાસ્તવિકતા છે. કોચ પર બધી જ ટીમોનેક અપલિફટ કરી તેઓ હારે કે જીતે તેમનો મોરલ ડાઉન ન થાય અને તેઓ સતત આગળ વધતા રહે તે છે.