રાજકોટ જિલ્લામાં કાર્યરત વાસ્મો (વોટર એન્ડ સેનીટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન) ની કચેરી દ્વારા ખાસ ર્સવે દ્વારા મેળવાયેલી માહિતી અનુસાર કુલ 599 ગામના કુલ 3,10,911 ઘરો પૈકી તા.31/ 3/ 2020 અંતિત 2,73, 873 ઘરો નળ કનેકટીવીટી ધરાવી રહયાં છે. બાકી રહેતા નળ કનેકટીવીટી ન ધરાવતાં ગામોમાં રૂા. 5,95,79,427 ના ખર્ચે માળખાકીય કામ પૂર્ણ કરી 13,689 ઘરોને નળ કનેકટીવીટી દ્વારા પાણી સપ્લાય શરૂ કરી દેવાયું છે. ગત 19/ 1/ 2021 રોજ જિલ્લા જળ અને સ્વચ્છતા સમીતીની બેઠકમાં વિંછીયા તાલુકાના અજમેર ગામને રૂા. 31,19,300, વિંછીયા ગામને રૂા. 9,12,36,870, ગોંડલ તાલુકાના મોવીયા ગામને રૂા.2,64,04,770, કોટડાસાંગણી ગામને રૂા.2,99,68,490 તથા કોટડાસાંગાણીના વેરાવળ ખાતે પાર્ટ-2 ને રૂા. 97,75,524 મળી કુલ રૂા. 16,05,04,954 ની તાંત્રીક મંજુરી બાદ યોજનાકીય કામને વહિવટી મંજુરી આપી દેવાઇ છે.
આ ઉપરાંત હાલમાં જ તા. 22 જુને મળેલી જિલ્લા જળ અને સ્વચ્છતા સમીતીની બેઠકમાં ગોંડલ તાલુકાના દડવા હમીરપરાને રૂા. 1,93,70,023 તથા જસદણના રાણીંગપર અને ગોખલાણા ગામને અનુક્રમે રૂા. 58,62,890 તથા રૂા. 88,83,539 ના ખર્ચે થનાર હયાત પાણી વિતરણ વ્યવસ્થાના નવીનીકરણના કામોને મંજુર કરવામાં આવ્યા છે. જયારે 36 ગામોમાં કામ પ્રગતી હેઠળ છે. 65 ગામોના ટેન્ડર ઓનલાઇન મુકાયા ગયા છે. 7 ગામોના ટેન્ડર ઓનલાઇન થવાની પ્રકિયા ચાલુ છે. 13 ગામોની ટેન્ડર મંજુરી પ્રકિયા પણ પ્રગતીમાં છે. આમ રાજકોટ ખાતે કાર્યરત વાસ્મોની ટીમ રાજકોટના કર્મયોગીઓ રાજકોટના તમામ ગામેાને પાણીદાર બનાવવા સતત જહેમત ઉઠાવી રહયા છે.
વાસ્મો દ્વારા આ યોજના અંતર્ગત પાણીની ટાંકી, પમ્પીંગ હાઉસ વીથ ઇકવીપમેન્ટ, ઘરો સુધી પાઇપલાઇન દ્વારા નળ કનેકટીવીટી સહિતની જરૂરીયાત મુજબની સુવિધા ગ્રામ્ય કક્ષાએ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.ગામના તમામ ઘરોને શુધ્ધ પીવાનું પાણી પુરૂ પાડતી નલ સે જલ યોજના અંતર્ગત કામગીરી પુર્ણ થયે ગામના તમામ ઘરોને સુચારૂ રૂપે નિયમીત પાણીનું વિતરણ અને માળખાકીય નિભાવણી ગામ લોકો દ્વારા રચાયેલી પાણી સમીતી અથવા ગ્રામ પંચાયતને કરવામાં આવે છે. આ માટે ગામ લોકોની બેઠક બોલાવી તેઓને યોજનાની સંપૂર્ણ સમજ આપવામાં આવે છે.
એટલું જ નહીં પણ જલ જીવન મીશન અંતર્ગત નલ સે જલ યોજના અન્વયે સરકારશ્રી દ્વારા તમામ ગામોને પાણીની ગુણવત્તાના નિયમન અને સર્વેલન્સ માટે વિશેષ તૈયાર કરેલ કિટ સ્થાનિક રીતે પાણીના સોર્સની ચકાસણી કરવા માટે ઉપલબ્ધ કરાવાઇ રહી છે. આ ખાસ તૈયાર કરેલી કીટ ગ્રામ્ય સ્તરે કાર્યરત ગ્રામ પંચાાયતની પેટા સમીતી, પાણી સમીતી, આશાવર્કર, આગણવાડી કાર્યકર, શિક્ષક તેમજ મહિલા સભ્યોને કીટીના ઉપયેાગની સમજ આપી સુપ્રત કરવામાં આવે છે. જેમાં જુદા જુદા પાણી ચકાસણી માટેના પી.એચ. રીએજન્ટ જેવા કે ટર્બીટીડી, કલોરાઇડ, ટોટલ હાર્ડનેસ, ફ્રી રેસીડયુએલ કલોરીન, ફલોરાઇડ, નાઇટ્રેટ વગેરે ટેસ્ટ દ્વારા પાણીની ચકાસણી કરવા તથા તેના રિપોટીંગની પધ્ધતિ તેના પરીણામો, નમુના એકત્રીકરણ અને મલ્ટી પેરામીટર ફિલ્ડ સ્ટેટ કિટ વિશેનો વિસ્તૃત પરિચય સહિત જરુરી સુચનાઓ તમામનો સમાવેશ કરવામાં આવે છે.
મહિલાઓની સહભાગીતા થકી મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ કાર્ય
કુટુંબના તમામ સભ્યો માટે પાણીની વ્યવસ્થા સાથે મહદઅંશે મહિલાઓ સંકળાયેલી હોય છે. ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ કુટુંબની મહિલા સભ્યો માટે પીવાના પાણીની આપુર્તી અર્થે સારી એવી મહેનત અને કષ્ટ ઉઠાવવા પડતા હોય છે. આ બાબતને ધ્યાને લઇને રાજય સરકાર દ્વારા પાણી સમીતીની કાર્યક્ષમતાને પ્રેરકબળ મળી રહે તથા મહિલાઓની સહભાગીતા વધે તે માટે જે ગામની પાણી સમીતીમાં 70 % કે તેથી વધુ મહિલા સભ્યો હોય તેઓને મુખ્યમંત્રી પ્રોત્સાહક ફંડ પેટે રૂા.50 હજારની રકમ આપવામાં આવે છે.
રાજકોટ જિલ્લામાં રાજકોટ તાલુકાના લોધીડા ગામ અને ગોંડલ તાલકાના મેસપર ગામની મહિલાઓ એ પાણી સમીતીનું સફળ સંચાલન કરી બન્ને ગામને રૂા 50 હજારની પ્રેાત્સાહક રકમ મેળવી ગામને ગૌરવ અને અન્ય ગામોની મહિલાઓ પ્રેરણાસ્ત્રોત બની અનુકરણીય આદર્શ પુરૂ પાડયું છે.