શાળામાં ઇલેક્શન દ્વારા સિલેક્શનથી હેડની કરાઇ પસંદગી
15મી સપ્ટેમ્બરે “આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ” ઉજવણી નિધિ સ્કૂલ દ્વારા ‘ઇલેક્શન દ્વારા સિલેક્શન’ કરી કરવામાં આવી હતી. આ અંતર્ગત વિદ્યાર્થીની બહેનોએ પોતાના વર્ગના ‘હેડ ગર્લ’ તેમજ વિદ્યાર્થી ભાઇઓએ પોતાના વર્ગના ‘હેડ બોય’ તરીકે પોતાના મતાધિકારની ઉપયોગ કરીને પસંદગી કરી હતી. સ્કૂલ દ્વારા મતકૂટીર બનાવવામાં આવી હતી તેમજ બે સેટ પેપર દ્વારા વિદ્યાર્થીઓએ પોતાના મતાધિકારીઓનો ઉપયોગ કરેલ હતો.
જેમાં ધો.6 થી 12ના વિદ્યાર્થી ભાઇ-બહેનો જોડાયા હતાં અને ટેકનીક રાવલ જીયા તુષારભાઇ ધો.6, રામાનુજ દિયા ગૌતમભાઇ ધો.7, ગૌસ્વામી ઇશિતા વિમલગીરી ધો.8, લોખીલ ક્રિષ્ના પ્રતાપભાઇ ધો.9, દેસાણી શિવમ દિલીપભાઇ ધો.10, સુમરા હુમા સૈયદભાઇ ધો.11, સુરૂ સોનાલી રણજીતભાઇ ધો.6, વ્યાસ કાજલ ચંદુભાઇ ધો.12, આ ઉજવણીમાં સ્કૂલનાં મેનેજીંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા, પ્રિન્સીપાલ બીનાબેન ગોહેલ, શિક્ષક ગણ સુધાબેન મહેતા, જાનકી નકુમ, રસીદાબેન ગાંધી, હીનાબેન બુધ્ધદેવ જોડાયા હતા. ચૂંટણી નિરક્ષક તરીકે હર્ષદભાઇ રાઠોડ રહેલ હતાં.
- બાળકોને મતદાનનું મહત્વ સમજાવવાની સમાજની ફરજ છે: રસિતા ગાંધી
નીધી સ્કુલના શિક્ષિકા રસીતા ગાંધીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે 15 સપ્ટેમ્બરના રોજ નીધી સ્કુલ દ્વારા લોકશાહી દિવસ નિમિતે વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાય તે માટે ઇલેક્શનથી સીલેક્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને મત શા માટે આપવા અને પોતાનો કિંમતી મત કોને અને કેવી રીતે આપવો તે વિશે વિદ્યાર્થીને માહિતગાર કર્યા છે.
નીધી સ્કુલની વિદ્યાર્થીની તૌશાલી દ્વારા જણાવવામાં આવ્યું કે આજરોજ અમારી શાળામાં લોકશાહી દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શિક્ષકો દ્વારા મત કેવી રીતે અપાય છે? મત શા માટે અપાય? તેની વિસ્તૃતમાં માહિતી અમારા શિક્ષકો દ્વારા અપાઇ. આ ઉત્સવ 18 વર્ષ પછી ઉજવવામાં આવે છે. પરંતુ અમારી સ્કુલના શિક્ષકો દ્વારા અત્યારથી જ અમને મત અંતર્ગત માહિતગાર કરાય છે. અમે અમારો મત ચોક્કસ આપી અને દેશ હિતનું યોગદાન આપીશું.
- બાળકોને ભણતર સાથે જ લોકતંત્રનું ગણતર મળવું જોઇએ: યશપાલસિંહ ચુડાસમા
નીધી સ્કુલના ઓનર યશપાલસિંહએ ‘અબતક’ સાથે વાતચીતમાં જણાવ્યું કે લોકશાહી દિવસની ઉજવણીના ભાગરૂપે નીધી સ્કુલ ખાતે ઇલેક્શન દ્વારા સિલેક્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત લોકશાહી દેશ છે. લોકોથી, લોકો વડે, લોકો દ્વારા ચાલતું શાસન છે. ગ્રામ પંચાયતથી લઇને સંસદ સુધી લોક પ્રતિનિધીઓ લોકો દ્વારા ચુંટવામાં આવે અને તેની માહિતી બાળકોને મળે તે માટે ઇલેક્શન દ્વારા સિલેક્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. વિદ્યાર્થીએ મત કઇ રીતે આપવો તે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓના મત દ્વારા તેમના જ ક્લાસના હેડને ચૂંટવામાં આવેલ છે.