- 4500થી વધુ કરદાતાએ વેરો ભરી વળતર મેળવ્યું:સ્માર્ટ કરદાતાઓની સંખ્યા વધુ
પ્રમાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરતી કોર્પોરેશનની વેરા વળતર યોજનાનો આરંભ થઈ ચૂક્યો છે. જે અંતર્ગત આજે બપોર સુધીમાં 4500થી વધુ કરદાતાઓએ એડવાન્સ ટેક્સ પેટે કોર્પોરેશનની તિજોરીમાં 2.58 કરોડ ઠાલવી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. 31મી મેં સુધી વેરો ભરનારને 10 થી લઈ 22% સુધી વળતર આપવામાં આવશે.
પ્રામાણિકપણે વેરો ભરી કોર્પોરેશનના વિકાસ કામોમાં સિંહફાળો આપતા કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે કોર્પોરેશન દ્વારા એડવાન્સ ટેકસ ભરતા કરદાતાઓને વેરામાં વળતર આપવામાં આવે છે. ગઈકાલથી આ યોજનાનો ઓનલાઈન શુભારંભ કરવામાં આવ્યો હતો. દરમિયાન આજે તમામ સિવિક સેન્ટર અને વોર્ડ ઓફિસ ખાતે પણ વેરો સ્વીકારવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત બપોરે 1:30 વાગ્યા સુધીમાં 4500થી વધુ કરદાતાઓએ એડવાન્સ ટેક્સ ભરી વળતરનો લાભ મેળવ્યો હતો.કોર્પોરેશનની તિજોરીમાં રૂ 2.58 કરોડ ઠલવાયા છે.
2566 કરદાતાએ ઘર બેઠા ઓનલાઈન વેરો પર ભાઈ કરી દીધો હતો. બાકી દાતાઓ વેરો ભરવા માટે કોર્પોરેશનની બોર્ડ ઓફિસ કે સિવિક સેન્ટર ખાતે રૂબરૂ આવ્યા હતા. આગામી 31 મે સુધી વેરામાં અલગ અલગ કેટેગરી વાઇઝ 10 થી લઈ 22% સુધીનું વળતર આપવામાં આવશે ત્યારબાદ જૂન માસમાં વળતરની ટકાવારી પાંચ ટકા ઘટીને પાંચથી લઈ 17% સુધી થઈ જશે ટેક્સ બ્રાન્ચને ચાલુ સાલ 410 કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે વળતર યોજના અંતર્ગત 125 કરોડની વસૂલાત થવાની સંભાવના રહેલી છે.