વેસ્ટ ઝોનમાં સૌથી વધુ 135.48 કરોડ, સેન્ટ્રલ ઝોનમાં રૂ. 107.66 કરોડ અને ઇસ્ટ ઝોનમાં રૂ. 78.87 કરોડની આવક
રૂ. 1170 કરોડના માંગણા અને રૂ. 340 કરોડના લક્ષ્યાંક સામે રૂ. 325 કરોડની વસુલાત
રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખાએ ગત નાણાકીય વર્ષમાં વેરા પેટે રેકોર્ડ બ્રેક રૂ. 325 કરોડની વસુલાત કરી છે. ટારગેટ હાંસલ કરવામાં માત્ર 15 કરોડ રૂપિયા છેટો રહ્યો છે. ચડત વેરામાં હપ્તા સિસ્ટમને પણ સારો એવો પ્રતિસાદ મળ્યો છે. વેરો ભરવામાં સેન્ટલ ઝોનમાં આવતો વોર્ડ નં. 7 ફરી એકકો સાબિત થયો છે. જયારે વોર્ડ નં. 16 કંગાળ રહ્યો છે. વેસ્ટ ઝોનમાં સૌથી વધુ રૂ. 135.48 કરોડની વસુલાત થઇ છે. જયારે ઇસ્ટ ઝોનમાં સૌથી ઓછી માત્ર રૂ. 78.87 કરોડની વસુલાત થવા પામી છે.
કોર્પોરેશનની વેરા વસુલાત શાખા દ્વારા ટેકસ રિકવરીના ઝોન વાઇઝ અને વોર્ડવાઇઝ આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. સેન્ટલ ઝોના છ વોર્ડમાં રૂ. 107.66 કરોડની આવક થવા પામી છે. વોર્ડ નં. ર માં રૂ. 18.30 કરોડના ટારગેટ સામે રૂ. 20.80 કરોડની વસુલાત, વોર્ડ નં. 3માં રૂ. 15.80 કરોડના ટારગેટ સામે રૂ. 12.71 કરોડની વસુલાત, વોર્ડ નં.7 માં રૂ. 42.25 કરોડના ટારગેટ સામે રૂ. 38.73 કરોડની વસુલાત, વોર્ડ નં. 13માં રૂ. 18.25 કરોડના ટારગેટ સામે રૂ. 15.35 કરોડ, વોર્ડ નં. 14 માઁ રૂ. 14.90 કરોડના ટારગેટ સામે રૂા. 11.02 કરોડ, વોર્ડ નં. 17માં રૂ. 10.40 કરોડના ટારગેટ સામે રૂ. 9.07 કરોડની વસુલાત થવા પામેલ છે.
ઇસ્ટ ઝોનમાં આવતા વોર્ડ નં.4 માં રૂ. 15.50 કરોડના ટારગેટ સામે રૂ. 15.56 કરોડ, વોર્ડ નં. પ માં રૂ. 9.50 કરોડના ટારગેટ સામે રૂ. 9.70 કરોડની, વોર્ડ નં. 6 માં 10 કરોડના ટારગેટ સામે રૂ. 9.69 કરોડની વસુલાત, વોર્ડ નં. 15માં રૂ. 10.50 કરોડના લક્ષ્યાંક સામે રૂ. 10.15 કરોડ, વોર્ડ નં. 16 માં 7 કરોડના લક્ષ્યાંક સામે રૂ. 6.64 કરોડ, અને વોર્ડ નં. 18 માં રૂ. 27.50 કરોડના લક્ષ્યાંક સામે રૂ. 27.13 કરોડ, જયારે વેસ્ટ ઝોનમાં વોર્ડ નં.1 મા રૂ. 15 કરોડના લક્ષ્યાંક સામે રૂ. 15.53 કરોડ, વોર્ડ નં. 8માં રૂ. 26 કરોડના લક્ષ્યાંક સામે રૂ. 24.03 કરોડ, વોર્ડ નં.9 માં 20 કરોડના લક્ષ્યાંક સામે રૂ. 18.92 કરોડ, વોર્ડ નં. 10 માં ર4 કરોડના લક્ષ્યાંક સામે રૂ. 22.98 કરોડ, વોર્ડ નં. 11 માં 3ર કરોડના લક્ષ્યાંક સામે રૂ 34.07 કરોડ, અને વોર્ડ નં. 1ર માં રૂ. ર3 કરોડના લક્ષ્યાંક સામે રૂ. 20.13 કરોડની આવક થવા પામી છે. નાણાકીય વર્ષ 2022-23 માં કોર્પોરેશનના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી વધુ રૂ. 325.03 કરોડની આવક થવા પામી છે.
વેરા વળતર યોજનાનો સંભવત 1રમીથી આરંભ
31મી મે સુધીમાં વેરો ભરનારને 10 થી રર ટકા સુધી વળતર આપવામાં આવશે
પ્રમાણિક કરદાતાઓને પ્રોત્સાહીત કરતી કોર્પોરેશનની વેરાવળતર યોજનાનો આગમી 1રમી એિ5્રલથી આરંભ થઇ જાય તેવી સંભાવના હાલ દેખાય રહી છે. ચાલુ નાણાકીય વર્ષમાં તમામ વેરામાં વધારો કરવામાં આવ્યો છે. સોફટવેર નવેસરથી અપડેટ કરાવાનો હોવાથી એકાદ સપ્તાહ મોડી ટેકસ રિબેટ યોજના શરુ થશે.
વર્ષ 2023-24 નો એડવાન્સ ટેકસ 31મી મે સુધીમાં ભરપાય કરનાર પ્રમાણિક કરદાતાને મિનિમમ 10 ટકા વળતર આપવામાં આવશે. મહિલાના નામે નોંધાયેલી મિલકતમાં વિશેષ પાંચ ટકા સાથે 1પ ટકા વળતર, દિવ્યાંગ મિલ્કત ધારકને 1 ટકો વધારાનું વળતર અને સતત ત્રણ વર્ષથી નિયમિત એડવાન્સ ટેકસ ભરનાર કરદાતાને 1 ટકો લોયલટી બોનસ અપાશે. 31 માસ સુધી કરદાતાને અલગ અલગ કેટેગરી મુજબ 10 ટકાથી લઇ રર ટકા વળતર આપવામાં આવશે. જયારે જુન માસમાં વળતરની ટકાવારી ઘટીને પાંચ ટકાથી લઇ 17 ટકા થઇ જશે.