કોર્પોરેશનની વેરા વસૂલાત શાખા દ્વારા આજે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બાકીદારોની 68 મિલકતોને ટાંચમાં લેવામાં આવી હતી. જ્યારે 12 મિલકતોને સીલ કરી દેવામાં આવી હતી. બપોર સુધીમાં વેરા પેટે રૂ.54.37 લાખની આવક થવા પામી છે.

12 બાકીદારોની મિલકતોને સીલ કરાઇ: 54.37 લાખની વસૂલાત

આજે ટેક્સ રિક્વરીની કામગીરી અંતર્ગત રૈયા રોડ પર શાસ્ત્રીનગર વિસ્તારમાં ચાર, ઘંટેશ્ર્વરમાં એક, ગાયકવાડીમાં ઇલા કુંજ અને સરોજ વિલામાં આઠ, વાલ્મીકી વાડી વિસ્તારમાં છ, સદ્ગુરૂ નગરમાં પાંચ, મોરબી રોડ પર મધુવન સોસાયટીમાં બે, રણછોડનગરમાં ત્રણ, આર્યનગરમાં એક, સંતકબીર રોડ પર એક, ઢેબર રોડ પર ચાર, સાધુવાસવાણી રોડ પર ચાર, જલારામ મેઇન રોડ પર પાંચ, શિવ આરાધના સોસાયટીમાં ત્રણ, સમ્રાટ ઇન્ડ્સ્ટ્રીયલ એરિયામાં નવ, બેકબોન શોપિંગ સેન્ટરમાં બે, વર્ધમાન નગર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં એક, કોઠારીયા મેઇન રોડ ચાર અને ગોકુલ નગર વિસ્તારમાં ચાર મિલકતોને ટાંચમાં લેવામાં આવી હતી.

જ્યારે સંતકબીર રોડ પર ગોપાલ શિંગ સેન્ટરના બે યુનિટ અને અન્ય ચાર મિલકત, ગોંડલ રોડ પર એક મિલકત, બસ પોર્ટમાં બે મિલકત, વૃંદા આર્કેડમાં પાંચ મિલકત, બેકબોન શોપિંગ સેન્ટરમાં બે મિલકત, બાપુનગરમાં બે મિલકત સહિત કુલ 12 મિલકતો સીલ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.