ભાવનગરમાં વગર લાયસન્સે પાણીની બોટલોના કારખાના પર માનક બ્યુરોનો દરોડો
પોણા ત્રણ હજારથી વધુ પાણીની બોટલો, સ્ટીકરો સહિતની સામગ્રી મળી આવી
છેલ્લા ઘણા સમયથી પાણીના વેપલામાં રાતોરાત કરોડપતિ બની જવાની ગેરકાયદે પ્રવૃતિઓમાં રાચતા શખ્સો આરોગ્ય સાથે પણ ચેડા કરી રહ્યા હોય છે. અને આવા શખ્સોને ઝડપી લેવા તંત્ર પણ અથાગ પ્રયાસ કરી રહ્યું છે. જેમાં સરકારના નિયમોની એસી તૈસી કરી પીવાના પાણીની ગેરકાયદે બોટલોનું વેંચાણ કરતા શખ્સો સામે તંત્રએ આખરે લાલ આંખ કરી છે. આવો જ એક બનાવ ભાવનગરમાં બનવા પામતા ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી પ્રમાણે ભાવનગર જી.આઇ.ડી.સી. ચિત્રા ખાતે આવેલ એક ફેકટરીમાં કોઇપણ પ્રકારની સરકારની મંજુરી વગયર સરકારના ગુણવતા અંગેના લેબલ લગાવી, પીવાના પાણીને બોટલોમાં ભરી બેફામ વેંચાણ થતું હોવાની બાતમી પરથી ભારતીય માનક બ્યુરો રાજકોટ શાખા દ્વારા દરોડો પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર જી.આઇ.ડી.સી. ચિત્રા ખાતે આવેલ મેસર્સ પ્રતિક બેવરેજીસ નામના કારખાનામાં બ્યુરોની મંજુરી વગર, લાયસન્સ વગર પીવાના પાણીની બોટલોના પેકીંગ અને તેના પર ભારતીય માનક બ્યુરોનું ચિન્હ ગેરકાયદે રાખવામાં આવતા રાજકોટ ભારતીય માનક બ્યુરોના અધિકારીઓએ દરોડો પાડી એકવીલાઇન બ્રાંડની ૫૦૦ મી.લી.ની ૮૬૪ બોટલ, ૧૦૦૦ મી.લી.ના ૭૬૮ બોટલ, બ્લીસ્ટેરી બ્રાંડની ૧૦૦૦ મી.લી.ના ૧૧પર બોટલ તેમજ સ્ટીકના ૧૧ રોડ તેમજ અંદાજે ૪૨૦૦૦ સ્વીવેસ મળી આવ્યા હતા.કોઇપણ વ્યકિત ભારતીય માનક બ્યુરો દ્વારા બ્યુરો માનક ચિહનનું લાયસન્સ લીધા વગર પીવાના પાણીના ઉત્પાદનનો ધંધો કરી શકતા નથી. છતાં આવી ગેરકાયદે પ્રવૃતિઓ કરનાર ી માટે બે વર્ષની જેલ અથવા બે લાખના દંડ અથવા બન્નેની કાયદામાં જોગવાઇ છે.છતાં આવી ગેરકાયદે પ્રવૃતિઓ કરનારાઓનો રાફડો ફાટયો છે. ખરેખર આવા શખ્સો લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. ભારતીય માનક બ્યુરો દ્વારા આવા શખ્સો વિરુઘ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.